મોટા ભાગના લોકો પોતાની વિધવા પુત્રવધુને પિયરે મોકલી દેતા હોય છે પણ આ સાસુ સસરાએ પોતાની વિધવા પુત્રવધુ માટે જે કર્યું એવું કોઈ પોતાની દીકરી માટે પણ નથી કરતુ.

પોતાની વિધવા પુત્રવધુ માટે આ સાસુ સસરાએ જે કામ કર્યું એ જાણીને તમને પણ નવાઈ લાગશે. તમને પણ થશે કે લોકો આવું તો પોતાની દીકરી માટે પણ નથી કરતા. આ ઘટના બિહારની છે. જ્યાં એક સાસુ સસરાએ પોતાની વિધવા પુત્રવધૂના બીજા લગ્ન કરાવવા માટે છોકરો શોધી રહ્યા હતા પણ કોઈપણ છોકરો તેમની વિધવા પુત્રવધુ સાથે લગ્ન કરવા તૈયાર ન થયો.

ગણી જગ્યાએ વાત કરવા છતાં કોઈપણ છોકરો તેમની વિધવા પુત્રવધુ સાથે લગ્ન કરવા માટે તૈયાર ન થયો. આમ તો મોટા ભાગના લોકો પોતાની વિધવા પુત્રવધુને પુત્રના મૃત્યુ પછી પિયરે મોકલી દેતા હોય છે પણ આ સાસુ સસરાએ આવું ન કર્યું.

તેમને પોતાની પુત્રવધુ માટે કોઈ વરરાજા ના મળ્યો તો સસરા ધર્મરાજે એક છોકરાને દત્તક લઈ લીધો અને તેના લગ્ન પોતાની વિધવા પુત્રવધુ સાથે કરાવી દીધા. આમ તેમને એક દીકરો મળી ગયો અને વિધવા પુત્રવધુને પતિ.

ધર્મરાજે 2 વર્ષ પહેલા પોતાના દીકરા અનિલના લગ્ન રેખા સાથે ધૂમધામથી કરાવ્યા હતા. લગ્નના થોડા સમય પછી રોડ એક્સીડંટમાં તેમના પુત્રનું મૃત્યુ થઇ ગયું હતું. પોતાની 22 વર્ષની વિધવા પુત્રવધુને જોઈને સાસુ સસરાને ખુબજ દુઃખ થતું હતું.

તેમને પુત્રવધુને બીજા લગ્ન માટે ઘણું સમજાવી પણ પુત્રવધુ તેના સાસુ સસરાને છોડીને જવા નહતી માંગતી. ધર્મરાજે પોતાના મોટા ભાઈઓને તેમના દીકરા સાથે લગ્ન કરાવવાની વાત કરી પણ તે ન માન્યા.

આખરે પોતાના દૂરના સંબંધીના છોકરાને દત્તક લેવાની વાત કરી અને તે માની ગયા અને પ્રદીપ નામના છોકરા સાથે પોતાની પુત્ર વધુના લગ્ન કરાવી તેનું જીવન સુધારી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!