સલામ છે આ કલેકટરને જે તેમની દીકરીને જન્મ આપ્યાના ૨૨ દિવસ બાદ પોતાની ફરજ પર પાછા ફર્યા, આ વાત જાણીને તમને પણ ગર્વ થશે…

આપણી દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે જે પોતાની ફરજ પર કાયમ રહેનાર અને અડગ રહેનારા હોય છે પછી ભલેને તેમને ગમેતેવી તકલીફ પડે. તેવો જ એક કિસ્સો મોદીનગર એસડીએમ સૌમ્યા પાંડે તેમની નવજાત બાળકીની સાથે ઓફિસની જવાબદારીઓ નિભાવતા હોય છે.

આ કિસ્સો થોડાક મહિનાઓ પહેલાનો છે, જેમાં માતૃત્વ અને કર્તવ્ય વચ્ચે આવી સુમેળ સ્થાપિત કર્યો છે. આ દેશ માટે નઈ પણ આખા વિશ્વભરમાં કાર્યરત મહિલાઓનું એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે.

મૂળ પ્રયાગરાના સૌમ્યા પાંડે આઈએએસ અધિકારીની ફરજ નિભાવી રહ્યા છે. તે ગાઝિયાબાદમાં મોદીનગર એસડીએમ તરીકે મુકાયા હતા તો તેવામાં સૌમ્યા પાંડેએ કોરોનામાં પણ તેમનું કામ ખુબ જ સારી રીતે કર્યું હતું.

હાલના આ કોરોનાના સમયમાં સૌમ્યા માતા બન્યા હતા અને તેઓએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જેમાં મહાન વાત તો એ છે કે, હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પણ તેઓ તેમની ફરજથી દૂર નહતા રહ્યા અને તેઓ માતા બન્યાના ખાલી ૨૨ જ દિવસમાં તેમની ફરજ ઉપર જોડાઈ ગયા હતા. ફરજની ઉપર આવવાની સાથે સાથે તેઓ તેમની પુત્રીની સારી સંભાળ પણ લઈ રહ્યા છે.

આ કોરોનાની ઘાતકી લહેરમાં જ્યારે ડોકટરોએ બાળકો, વૃદ્ધ અને સગર્ભા સ્ત્રીઓને ઘરની નીકરવાની જ ના પાડી દીધી છે. હાલમાં કોરોના વાયરસનો ભય હજી ઓછો થયો નથી થયો તેવામાં હાલના સમયમાં જ્યારે માતા-પિતા પોતાના બાળકોને શાળાએ મોકલવામાં પણ ખચકાટ અનુભવે છે,

ત્યારે આઈએએસ અધિકારી સૌમ્યા તેમના ૨૨ દિવસની બાળકી સાથે ઓફિસમાં ફરજ પર જોડાઈ ગયા છે. તેવામાં તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલનો સમય જવાબદારીપૂર્વક કામ કરવાનો સમય છે. તેઓ હાલમાં આવી સ્થિતિમાં તે પોતાની બંને જવાબદારીઓ સારી રીતે કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!