આ માં એ લોકોના ઘરે કચરા-પોતા કરીને પોતાની 4 દીકરીઓને પોલીસ અધિકારી બનાવીને ઇતિહાસ રચી દીધો.

દીકરીઓ પરિવારનું અને દેશનું ગૌરવ હોય છે. તે વાત સાબિત કરતો આ કિસ્સો મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતી આ 4 બહેનોનો છે, જે દીકરાઓ જેવી જ છે. મિશ્રા પરિવારની આ ચારે દીકરીઓ પોતાના પરિવારનું ગૌરવ બની છે.

4 બહેનો અત્યારે પોલીસ ઓફિસરની ફરજ બજાવી રહી છે. તેમના પિતા પણ પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમના માતા પિતાનું અવસાન બહુ સમય પહેલા જ થઇ ગયું હતું.

આ 4 બહેનો પોતાની મહેનતથી આજે પોલીસમાં ફરજ બજાવી રહી છે. સૌથી મોટી બહેન PI છે અને બીજી બહેનો માટે માં ની ફરજ પણ બજાવી રહી છે. બીજી બહેન ASI ની પોસ્ટ પર છે.

ત્રીજી બહેન સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર તૈનાત છે. ચોથી બહેન પણ ASI ની પોસ્ટ પર પોતાની ફરજ બજાવી રહી છે. આ ચારે બહેનો પોતાનું કર્તવ્ય બજાવવામાં કયારેય પાછી પડતી નથી. આટલે સુધી પહોંચવા માટે ચારે બહેનોએ ખુબજ મહેનત કરી છે.

આજે આ ચારે બહેનો પોતાના સ્વર્ગીય માતાનું ગૌરવ આકાશ સુધી વધારી દીધું છે. આ પરિવારમાં કુલ 9 બાળકો હતા. જેમાં 5 છોકરીઓ અને 4 છોકરો હતા. 4 છોકરો પણ પોલીસ કર્મચારી હતા

પણ તેમાંથી 3 છોકરાઓના મૃત્યુ થઇ ગયું હતું. ત્યારે બહેનો એ પણ નક્કી કર્યું કે અમે પરિવારને ગરીબીમાંથી બહાર નીકાળીશું અને બેનો પણ પોલીસ અધિકારી બની ગઈ. આજે આ ચારે દીકરીઓ આખા પરિવારનું ગૈરવ છે.

error: Content is protected !!