ખાંભાના આ બસ ડ્રાઈવર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના સ્વજનોના સ્વર્ગવાસ પછી તેમની અસ્થિને પોતાના ખર્ચે હરિદ્વારમાં ગંગા નદીમાં પધરાવીને સમાજ સેવાનું કામ કરી રહ્યા છે.

દુનિયા બહુ જ મોટી છે અને રોજે રોજ આપણને ઘણા એવા લોકો જોવા મળે છે જે બીજા લોકોની નાની મોટી સેવા કરીને માનવતા અને સમાજ સેવાના કામ કરતા હોય છે. આજે એક એવા જ એસટી ડ્રાઈવર વિષે જાણીએ જેઓ મોટી માનવતા મહેકાવતા હોય છે.

દરેક લોકોને તેમના જીવનમાં એવી ઈચ્છા તો હોય છે તેમના સ્વજનોના મૃત્યુ પછી તેમની અસ્થિ ગંગામાં વિસર્જન કરે.પણ કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આટલો ખર્ચો કરી શકતા નથી એટલે ખાંભામા રહેતા અને રાજુલા ડેપોમાં એસટી ડ્રાઈવરની ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ જેઓ છેલ્લા ૭ વર્ષથી આ સેવા કરી રહ્યા છે.

તેઓ સ્વર્ગસ્થ થયેલા લોકોની અર્થી ગંગામાં પોતાના ખર્ચે વિસર્જિત કરીને મોટી સેવાનું કામ કરી રહ્યા છે. તેઓએ સાત વર્ષ પહેલા આ સેવા ચાલુ કરી હતી.તેઓને એ સમયે એવો વિચાર આવ્યો.

કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમના સ્વજનોની અસ્થિ ગંગામાં પધરાવી ના શકતા હોય અને ત્યારે જ તેઓએ તેમના ખર્ચે આ સેવા કરવાનું મન બનાવી લીધું હતું. ત્યારપછી તેઓએ ખાંભામાથી અસ્થિઓ લઈને હરિદ્વાર ગંગામાં પધરાવીને અનોખી સેવાનું કામ કરીને માનવતા મહેકાવી રહ્યા છે.

તેમના આ કામને જોઈને તેમની સાથે બીજા ઘણા લોકો પણ જોડાયા હતા અને હાલમાં જ તેઓએ ઘણા સ્વર્ગવાસીઓની અસ્થિઓ ગંગા નદીમાં પધરાવીને મોટી સેવાનું કામ કર્યું છે, આમ આજે આપણને આવા ઘણા સમાજસેવકો જોવા મળે છે જે હંમેશા બધા જ લોકોની સેવા કરતા હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!