ખજુરભાઈના સેવાના કામને જોઈને દુબઇ ગવર્મેન્ટ અને દુબઇ પોલીસે Esaad Privilege Card થી સન્માનિત કર્યા, જાણો આ કાર્ડના ફાયદા.

ખજુરભાઈને આખું ગુજરાત ઓળખે છે કેમ કે તેઓ તેમના સેવાના કામથી આજે દેશભરમાં પણ ઓળખાઈ ગયા છે. તેઓએ અત્યારસુધી ૨૩૦ કરતા પણ વધારે જરૂરિયાતમંદ લોકોને નવા ઘર બનાવી આપીને આશરો આપ્યો છે.

અવારનવાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની તેઓ મદદ કરતા જ રહે છે અને તેઓ હંમેશા લોકોની મદદ કરતા જ રહેતા હોય છે.તેમનું ઘણી સંસ્થાઓએ સેવા બદલ તેમનું સન્માન પણ કર્યું છે અને થોડા સમય પહેલા તેમનું દુબઇ પોલીસે સન્માન પણ કર્યું હતું.

khajurbhaina sevana kamne joine (1)

દુબઇ પોલીસ અને દુબઇ ગર્વન્મેન્ટ દ્વારા નીતિનભાઈ અને તરુણભાઇનું તેમની સેવાના કામને બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જે આપણા માટે ખુબ જ ગર્વની વાત છે કેમ કે તેઓ પહેલા ગુજરાતી સોશિયલ વર્કર અને યુટ્યૂબર છે.

તેમને દુબઇ સરકાર અને પોલીસે Esaad Privilege Card આપ્યું છે, આ કાર્ડ એ લોકોને મળે છે જે સમાજ અને લોકકલ્યાણ માટેના કામ કરે છે. આ સાથે તેમની પાસે આ કાર્ડ છે એટલે તેઓ દુબઈમાં ૨૫ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આમ તેઓ તમામ વસ્તુઓમાં આ કાર્ડનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ લઇ શકે છે.

khajurbhaina sevana kamne joine (4)

તેઓએ તેમના સેવાના કામને બદલે તેમની આ કાર્ડ મળ્યું છે અને તેઓ આજે પણ સતત ગરીબ પરિવારોની મદદ કરી રહ્યા છે. ખજુરભાઈથી કોઈ પણ ગરીબ લોકોનું દુઃખ જોયું નથી જવાતું અને તેઓ તરત જ ગરીબ લોકોની વહારે આવી જાય છે અને તેમની મદદ કરીને માનવતા પણ મહેકાવે છે તેથી જ તેમના કામને જોઈને દુબઇ ગવર્મેન્ટ અને પોલીસે તેમનું સન્માન કર્યું હતું.

આવી જ રીતે ખજુરભાઈ જરૂરિયાત મંદ લોકો અને પરિવારોની મદદ કરી રહ્યા છે અને મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે. ખજુરભાઈનું વિદેશમાં સન્માન થયું એ દરેક ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે.

khajurbhaina sevana kamne joine (3)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!