ખજુરભાઈ છેલ્લા ૨૨ દિવસથી સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે આવી રીતે મદદ કરી રહ્યા છે.

દુનિયામાં એવા કેટલાય લોકો રહેલા છે કે તેઓ તેમના અલગ જ અંદાજથી લોકોને મનોરંજન પૂરું પડતા હોય છે. તેમના એક અંદાજથી તેઓ લોકોને ઘણું હસાવે છે અને બાળકોને પણ ભરપૂર મનોરંજન આપે છે તેવા આપણા ગુજરાતના ખજુરભાઈ જેઓ હાલમાં લોકોની મદદ કરવા માટે તેમનો પરસેવો પડી રહ્યાં છે અને તનતોડ મહેનત પણ કરી રહ્યા છે.

થોડા દિવસો અગાઉ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તેનો કહેર વરસાવ્યો હતો અને તેના આ કહેરમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું, અને આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં લોકોને ઘર વિહોણા કરી દીધા હતા.

ત્યારે સૌરાષ્ટ્રના ઉના અને અમરેલી પંથકમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. જ્યાં સુધીમાં તંત્રની ટીમ નહતી પહોંચી ત્યાં સુધીમાં ખજુરભાઈની ટીમ લોકોની મદદે પહોંચી ગઈ છે. ખજુરભાઈ અને તેમની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને જે લોકોના ઘર તૂટી ગયા છે તે લોકોને ઘર બનાવવામાં તેમની મદદ કરી રહી છે.

ખજુરભાઈનું એવું કહેવું છે કે, અમને આ લોકોની મદદ કરવામાં એક ખુશી થાય છે અને જે પણ ગામમાં જઈએ છીએ તે ગામમાં અમારી મદદ તે જેતે ગામના યુવાનો કરે છે. તેવામાં ગામના લોકો પણ ખુશી અનુભવી રહ્યા છે કે તેમની મદદે આ ખજૂરભાઈ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!