કેશોદના DYsp કે જે છેલ્લા ૬ મહિનાથી રસ્તા પર રહેતા ગરીબ બાળકોને વિના મુલ્યે બે ટાઈમ નાસ્તો કરાવીને સેવાનું અવિરત કામ કરી રહ્યા છે. સલામ છે આ અધિકારીની સેવાને.

મિત્રો આજે અમે તમને એક એવા સરકારી અધિકારી વિષે જણાવીશું કે દરેક સરકારી અધિકારીઓએ આવા જ હોવું જોઈએ. અમે વાત કરી રહ્યા છીએ. કેશોદમાં DYsp તરીકે ફરજ બજાવતા જે. બી. ગઢવીની કે છેલ્લા ઘણા સમયથી પોતાની સમાજ સેવા માટે ખુબજ જાણીતા છે.

છેલ્લા ૬ મહિનાથી ગરીબ બાળકો કે જે રસ્તા પર રહે છે તેમની માટે સેવાનું અવિરત કામ કરે છે.ગરીબ બાળકો માટે DYsp જે. બી. ગઢવીએ પોલીસ સ્ટેશનની બહાર જ એક ગાર્ડન બનાવ્યું છે. જ્યાં ગરીબ ઘરના બાળકો મફતમાં રમી શકે છે.

તેની સાથે બે ટાઈમ અલગ અલગ નાસ્તો પણ કરાવે છે. આ સેવાનું કામ તે છેલ્લા ૬ મહિનાથી કરી રહ્યા છે. ગરીબ બાળકોને છેલ્લા ૬ મહિનાથી બે ટાઈમનો નાસ્તિઓ આપીને સેવાનું કામ કરી રહયા છે.

કારણ કે આ બાળકો આખો દિવસ રસ્તાની બાજુમાં રમ્યા કરે છે તો કોઈ કચરો વીણે છે. તો અહીં રમવાની સાથે સાથે બાળકોને વિના મુલ્યે નાસ્તો મળી રહેતા અહીં બાળકો મોટી સંખ્યામાં આવે છે.

ગરીબ બાળકોની સાથે સાથે તે રસ્તા પર રખડતી ગાયોને પણ ઘાસ ચારો નાખે છે એ પુણ્યનું કામ કરે છે.ગરીબ બાળકોનું પણ સપનું હોય કે તે સાઇકલ ફેરવે પણ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેમના માતા પિતા તેમને કઈ રીતે સાઇકલ આપી શકે માટે અહીં બાળકોને રમવા માટે સાઇકલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખરેખર આ અધિકારીના વિચારને સલામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!