કેજરીવાલથી એવી તો શું ભૂલ થઇ ગઈ કે ચાલુ મીટીંગે બધાની સામે નરેન્દ્ર મોદીની માફી માંગવી પડી ?

શુક્રવારે નરેન્દ્ર મોદીએ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સ મિટિંગ કરી હતી.આ મીટીંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાની વાત મૂકી હતી.આ મીટીંગનું કેજરીવાલની ઓફિસથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.આ લાઈવ પ્રસારણ અર્ધ વચ્ચે જ નરેન્દ્ર મોદી દ્વારા રોકી દેવામાં આવ્યું હતું.

આ પ્રસારણ રોકીને નરેન્દ્ર મોદીએ કેજરીવાલને ટોક્યા હતા અને કહ્યું કે આ પરંપરા વિરીદ્ધનું કામ થઇ રહ્યું છે.ત્યારે કેજરીવાલે કહ્યું કે જો કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી દેજો.આમા થયું એમ હતું કે આ મિટિંગ ચાલતી હતી ત્યારે કેજરીવાલ દ્વારા આ ઇનહાઉસ મિટિંગને લાઈવ કરી દીધી હતી એટલે આ મિટિંગને સામાન્ય લોકો પણ જોઈ શકતા હતા.

ઇનહાઉસ મિટિંગને લાઈવ કરવીએ પ્રોટોકોલ વિરુદ્ધ છે.આ વાતથી નારાજ થઈને નરેન્દ્ર મોદીએ કેજરીવાલને મિટિંગ વચ્ચે રોકીને લાઈવ બંધ કરાવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઇનહાઉસ મીટીંગને લાઈવ કરવી કે પ્રોટોકોલ વિરુદ્ધ છે.

પછી કેજરીવાલે પોતાની આ ભૂલ માટે ચાલુ મીટીંગે નરેન્દ્ર મોદીની માફી માંગી હતી અને કહ્યું કે જે પણ લોકોના આ મહામારીમાં મૃત્યુ થઇ ગયા છે તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છુ.કેજરીવાલે નરેન્દ્ર મોદીને કહ્યું કે તમારી મિટિંગ ખુબજ સરસ હતી તમારા નિર્દેશોનું અમે પાલન કરીશું.

error: Content is protected !!