લવિંગ અને કપૂરની પોટલી વધુ સૂંઘવાથી પણ નુકસાન થઇ શકે છે.

હાલ સમગ્ર દેશભરમાં કોરોનાએ કહેર મચાવી દીધી છે અને તેથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. દર્દીઓને પૂરતા પ્રમાણમાં બેડ પણ નથી મળી રહ્યા. હાલની એવી સ્થિતિમાં લોકોને ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજનની પણ કમી સર્જાઈ રહી તેની મોટી તકલીફ દર્દીઓને પડી રહી છે.

જેમાં આપણે હાલના સમયમાં અજમા લવિંગ અને કપૂરની પોટલી બનાવીને સૂંઘીએ છીએ તેનાથી આપણને થોડો ફાયદો તો થાય છે અને તેની સાથે સાથે તે નુકસાનરૂપ નીવડી શકે છે. તેવું એક રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકએ દાવો પણ કર્યો છે.

જેમાં આપડે આ પોટલીની અંદર કપૂરએ જ્વલનશીલ હોય છે જેથી આ પોટલી સૂંઘવાથી તેની સુગંધ બહુ તીખી હોય છે. જેથી મગજ સુપર એક્ટિવ થાય છે. જેથી કરીને નાક, ગળા અને આંખના ભાગે ખુબ બળતણ પણ થઇ શકે છે. તેનાથી તમને ઇન્ફેક્શન પણ થઇ શકે છે, જે મગજ અને હૃદય માટે ખુબ જ નુકસાન કારક બની શકે છે.

જે લોકોને એલર્જી હોય છે તેવા લોકોને લવિંગ સૂંઘવાથી તકલીફ પડી શકે છે, લવિંગમાં એક અનોખું તત્વ રહેલું છે અને તે આપણા શરીરની પાચન શક્તિ માટે ખુબ જ મહત્વનું છે. લવિંગને ખાવાથી તમને ઘણા મોટા ફાયદાઓ થાય છે, લવિંગને સૂંઘવાથી તમામ ડોકટરો અને વૈજ્ઞાનિકો એવું કહે છે શરીરની અંદર ઘણા મોટા નુકસાન પણ થઇ શકે છે.

આ તમામ બીમારીથી બચવા માટે તમારે આ પોટલીને ખાલી એક મિનિટ સુધી જ સૂંઘવાની છે અને તમારે ઊંડા શ્વાસ નથી લેવાના ખાલી હલકા શ્વાસ લઈને આ પોટલી સૂંઘવાની છે. જેથી તમારા શરીરને બીજા મોટા નુકસાન ના થાય, અને તેનાથી તમારા નસ્કોરાંઓ પણ ખુલી જાય છે.

error: Content is protected !!