આ ગાય કપડાની આ દુકાનમાં આવીને રોજ બેસી જાય છે, આની પાછરનું રહસ્ય તમને હેરાન કરી દેશે.

હિન્દૂ ધર્મમાં ગાયને લક્ષ્મી માતા નો દરજ્જો આપવામાં આવે છે. માનવામા આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ ગાયને પાળવી અને તેની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે જે પણ લોકો પોતાના ઘરે ગાયને જમવાનું આપે છે અથવા તેને બેસવા માટે આસન આપે છે. તેના ઘરે માતા લક્ષ્મીનો સ્વયંમ વાસ હોય છે.

આ ઘટના આંધ્રપ્રદેશની છે. જ્યાં એક કપડાનો વેપારી જયારે પણ તેની દુકાન ખોલતો ત્યારે એક ગાય દરરોજ ત્યાં આવતી. તેને થયું કે આ રોજ કેમ અહીં આવે છે. શરૂઆતમાં તો તે આ ગાયને ભગાવી દેતો

આવું કરતા કરતા 4 મહિના થઇ ગયા તો પણ ગાયે અહીં આવવાનું બંધ નહિ કર્યું. ત્યારે માલિકે દુકાનમાં કામ કરતા લોકો સાથે ચર્ચા કરી કે શું આ ગાયને દુકાનમાં બેસવાની જગ્યા આપવી જોઈએ?

બધા લોકો એ હા પડી અને દુકાનના માલિકે ગાયને બેસવા માટે દુકાનમાં જગ્યા કરી આપી ત્યારથી ગાય દરરોજ આ દુકાનની અંદર જાય છે અને ત્યાં 3 થી 4 કલાક માટે આરામ કરે છે. ગાય જેટલો સમય પણ આ દુકાન માં રહે છે.

ત્યાર સુધી તે દુકાનમાં આવતા કોઈપણ ગ્રાહકને હેરાન નથી કરતી અને ગોબર પણ નથી કરતી. ગાયના દુકાનમાં બેસવાથી જ દુકાનમાં ગ્રાહકોની ભીડ થવા લાગી અને લોકો માનતા થયા કે આ દુકાનમાંથી જો કોઈ વસ્તુ લેવામાં આવે તો તેની સાથે ગાય માતાનો પણ આશીર્વાદ મળે છે. તેથી આ દુકાનમાં ગ્રાહકોની હંમેશા ભીડ રહે છે.

error: Content is protected !!