કાજલ મહેરિયા તેમના ચાહકોને એવું કેમ કહ્યું કે, તમે મારી તાકાત છો…

હાલમાં કોરોનાની મહામારીએ દેશભરમાં લોકોની ઉપર તેનો કહેર વરસાવ્યો છે, તેવામાં કેટલાય પરિવારો વેર-વિખેર થઇ ગયા છે. તેવામાં પરિવારના તમામ સભ્યોના મૃત્યુ થઇ ગયા પછી ઘરમાં ખાલી બાળકો જ વધ્યા છે. તેથી ઘરમાં દયનિય સ્થિતિ પણ સર્જાઈ છે. તેવામાં કેટલાક લોકો એકબીજાની મદદે આવ્યા છે. હાલમાં ગુજરાતી કલાકારો પણ હાલમાં એક બીજાની મદદે આવ્યા છે.

હાલમાં કાજલ મહેરિયાએ એક વિડિઓમાં તેમના ચાહકો, બહેનો, ભાઈઓ અને વડીલોને એવું કહ્યું હતું કે, આ કોરોનાની મહામારીમાં મારાથી બનતી કોશિશ હું કરીશ કે જેથી કરીને જરીરિયાત મંદોને મદદ કરી શકાય.

જે કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય છે તે લોકો અમારો કોન્ટેક્ટ કરે છે. જેથી તમે પણ તમારી આજુબાજુમાં જો કોઈને મદદની જરૂર હોય તો તમારાથી થાય એટલી મદદ કરો. જો તમારી મદદથી એ વ્યક્તિનું જીવન બચી જતું હોય તો, હું માં વિહતને પ્રાર્થના કરું છું જેથી માં વિહત તમારી પડખે ઉભી રહીને તમારી પણ રક્ષા કરે.

કાજલ મહેરિયાએ તેમના ચાહકોને વધુમાં એવું પણ કહ્યું હતું કે, જો તમારે કામ ના હોય તો ખોટી રીતે બહાર ના નીકળો, હાથ વારંવાર સૅનેટાઇઝ કરો, હાથ ધોવો અને માસ્કને તો ફરજીયાત પહેરેલું રાખો. કામ કે તમે બધા મારી હિમ્મત છો, મારી તાકાત છો જેમાં તમે મારા માટે કુદરત બનીને આવ્યા છો અને મારે તમારી જરૂર છે.

error: Content is protected !!