કાજલ મહેરિયાએ ઉજવ્યો માતાજીનો જન્મદિવસ, દર વર્ષે આજ દિવસે ઉજવે છે માતાજીનો જન્મ દિવસ એની પાછર પણ એક મોટું રહસ્ય છે.
ગુજરાતના લોકપ્રિય ગાયક કાજલ મહેરિયાને તો તમે જાણતા જ હશો. કાજલ મહેરિયાના ગુજરાતમાં ઘણા ચાહકો છે. વિહત માંના આશીર્વાદથી તેમનું ગુજરાત ભરમાં સારું એવું નામ છે.
લોકગાય કાજલ મહેરિયા દ્વારા વિહત માં ના પ્રાગટ્ય દિવસ પર કેક કાપીને આ દિવસની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. કાજલ મહેરિયા વિહત માને ખુબજ માને છે.
કાજલ મહેરિયાએ પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત વિહત માં ના આશીર્વાદથી તેમના પ્રાગટ્ય દિવસથી જ કરી હતી તેથી તે આજે આટલા સફળ છે, કાજલ મહેરિયાએ પોતાના કરિયરના શરૂઆતમાં
દિવસોમાં વિહત માતાના ગીતો ગાવાથી કરી હતી અને તેમના આશીર્વાદથી આજે તોઓ નું નામ બન્યું છે. કાજલ મહેરિયા માને છે કે આજે ગુજરાતમાં જેટલા પણ તે પ્રખ્યાત છે તે વિહત માં ની કૃપા છે.
આથી કાજલ મહેરિયા વિહત માં ને પોતાના આરાધ્ય દેવી માને છે. તે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેમનું નામ લઈને જ કરે છે. આથી દર વર્ષે તે વિહત માતા ના પ્રાગટ્ય દિવસને ધૂમધામથી મનાવે છે.
કોઈપણ સફળ વ્યક્તિના જીવનમાં કોઈ એવું વ્યક્તિ હોય છે. જેના સપોર્ટથી તેમને સફળતા મળી હોય. આથી કાજલ મહેરિયા પણ પોતાની સફળતાનો શ્રેય વિહત માને આપે છે અને આપવો જ જોઈએ કારણ કે ભગવાનના આશીર્વાદથી કરેલું બધું કામ સફળ થાય છે. બોલો વિહત માતા ની જય…