દાદીમાનો આ નુસખો તમારી શરદી, કફ અને ઉધરસને દૂર કરી ઓક્સિજન લેવલ ઊંચું લાવવામાં મદદરૂપ બનશે…

હાલમાં શરદી, ઉધરસ અને કફની સમસ્યાએ લોકોને ઘણા હેરાન કર્યા છે. જેથી હમણાં પણ કેટલાક લોકોને કફની સમસ્યા રહે જ છે. આ સમસ્યા કોઈને મટતી જ નથી, શરદી, ઉધરસ અને કફને તો મટાડી દેશે તેની સાથે સાથે તમારા ઓક્સિજન લેવલને પણ જાળવી રાખવામાં મદદરૂપ થશે.

તેની માટે આપણે કેટલાય આયુર્વેદિક ઉપચારો જાણીએ છીએ અને તેને કરીએ પણ છીએ. પણ આ ઉપાયો કરવાથી કેટલાક લોકોને ફરક પડી જાય છે અને કેટલાક ને કઈ જ ફરક નથી પડતો.

જે લોકોને ફરક નથી પડતો તે લોકો જે ઉપચારમાં દેશી ઔષધિ વાપરે છે તે શુદ્ધ રૂપમાં નથી હોતી અને તેથી તેમને ફરક નથી પડતો. તો આ ઉપાય કરવાની માટે તમારે મધ અને લસણ જોઈશે.

એક નાની વાટકી લઈને તેમાં એક ચમચી જેટલું મધ લેવાનું છે. ત્યારબાદ લસણની બે કળીઓ લેવાની છે. એક વાટકીમાં મધની એક ચમચી લઈને આ લસણની બે કળીનાં ચાર ટુકડો બનાવીને બરાબર મધમાં ડુબાડી લેવાના છે.

આ વાટકીને ઢાંકીને રાત્રે મૂકી દેવાની છે. સવારે ઉઠીને ખાલીપેટે આ લસણ ખાઈ જવાનું છે અને મધ ચાટી જવાનું છે. તેવી જ રીતે સવારે અને સાંજે પણ આ ઉપાય કરવાનો છે.

માત્ર બે જ દિવસમાં તમારા શરીરમાં જામેલો કફ બહાર નિકરી જશે અને તમને રાહત પણ રહેશે. તેની સાથે ગળામાં અને નાકમાં જે કઈ પણ તકલીફ હશે તે દૂર થઇ જશે, ઉધરસ અને શરદી પણ દૂર થઇ જશે. જેથી તમારું ઓક્સિજનનું લેવલ પણ જળવાઈ રહેશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!