કડીમાં માજી સરપંચના ભત્રીજાના લગ્નમાં વરઘોડો ગામમાં નીકળ્યો તો પરિવારે ૫૦૦-૫૦૦ ની નોટોનો વરસાદ કરી દીધો.

અત્યારે લગ્ન સીઝન પુરજોશથી ચાલી રહી છે અને તેથી જ લગ્ન સીઝનમાં બધા જ લોકો ખુબ જ મોજ મસ્તી કરતા હોય છે. આજના સમયમાં દરેક યુગલો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે અને તેમના લગ્ન પ્રસંગને યાદગાર બનાવતા હોય છે.

આજે એક એવા લગ્ન વિષે જાણીએ જ્યાં એટલી નોટો ઉડી કે લોકો નોટોને લેવા માટે ટોળે વળી ગયા હતા.આ લગ્ન કડી તાલુકાના અગોલ ગામમાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા, અહીંયા ગામના પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્ન હતા.

તો લગ્નમાં વરઘોડો નીકળ્યો હતો અને ત્યાં એટલી નોટો ઉડી કે લોકો તેને લૂંટવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજા રજાકના લગ્ન હતા અને તેનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો.

અહીંયા ગામમાં પહોંચતા જ ૧૦૦ અને ૫૦૦ ની નોટો ઉડાડી હતો તો લોકો આ નોટો લેવા માટે દોડવા લાગ્યા હતા. જયારે આ નોટો ઉડી તો એવું લાગતું હતું કે ગામમાં ડાયરો જામ્યો હોય અને ત્યાં નોટોનો વરસાદ થઇ રહ્યો હોય,

આ વરઘોડામાં નોટો સતત ઊડતી જ રહી હતી અને ૫૦૦-૫૦૦ ના બંડલ એટલા ઉડ્યા કે લોકો જોતા જ રહી ગયા હતા.આ નોટોનો વરસાદ મિત્રો અને સબંધીઓ ગામમાં આવેલા ચોકની આસપાસના ઘાબા પર ચડીને લાખો રૂપિયાની નોટોનો વરસાદ કરી દીધો હતો.

આમ આ લગ્નનો વરઘોડો નીકળ્યો તો આખા ગામના લોકો જોવા માટે ગામમાં ભેગા થઇ ગયા હતા. આવી જ રીતે બધા લોકો આ લગ્નમાં નોટોને લેવા માટે પડાપડી પણ કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!