કાચી કેરી ખાવાના સોના જેવા ફાયદાઓ, ના ખાધી હોય તો ખાઈ લેજો…

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહે છે, તેવામાં કાચી કેરી ખાવાથી આપણા શરીરમાં કેટલાય ફાયદાઓ થાય છે. શું તમે જાણો છો કે, એક કાચી કેરીમાં ૩૫ સફરજન, ૧૮ કેળા, ૯ લીંબુ અને ૩ સંતરા જેટલા ગુણો હોય છે. તેની સાથે સાથે કાચી કેરીમાં બીજા કેટલાક મહત્વના પોષક તત્વો જોવા મળે છે. જેથી આ કેરી ખાવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થાય છે.

ઉનાળાની સીઝનમાં અવાર નવાર લૂ લાગવાની તકલીફો સામે આવતી હોય છે, લૂ લાગવાથી તાવ, ઉલ્ટી તેવી સમસ્યાઓ થતી હોય છે અને આ તકલીફોને દૂર કરવા કાચી કેરી રામબાણ બનશે.

આની માટે આ કાચી કેરીને શેકીને તેનું શરબત બનાવવાથી પીવાથી અને શરીર ઉપર માલિશ કરવાથી તથા આ કેરીનો ગોટલો પગના તળિયે ઘસવાથી લૂ માંથી છુટકારો મળે છે.

કાચી કેરીને ખાવાથી તમારા દાંત સ્વસ્થ બની શકે છે, આ કેરીને ખાવાથી અને ચાવવાથી દાંતને લગતી તમામ બીમારીઓ દૂર થઇ જાય છે. સૌથી મહત્વનો ઉપાય આ કેરી ડાયાબિટીસ વાળા વ્યક્તિઓની માટે સારું છે કેમ કે આ કાચી કેરીનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં આવતું હોય છે, જેનાથી ડાયાબિટીસની બીમારીમાં રાહત મળે છે.

યુવાનોમાં ખાસ ખીલ થવાની સમસ્યાઓ વધુ બનતી હોય છે, તેની સાથે સાથે ચામડીની બીજી કેટલીક બીમારીઓ પણ થતી હોય છે. તો તેને દૂર કરવાની માટે થોડાક દિવસો સુધી કાચી કેરીનો રસ પીવાથી તમારું રક્ત સાફ થાય છે

અને તેથી આ ચામડીના રોગ તથા ખીલની બીમારી દૂર થઇ જાય છે. જે લોકોને ગેસ, એસીડીટી અને કબજિયાતની તકલીફ હોય તેની માટે તેવા વ્યક્તિને રોજે રોજ ઉનાળાની સીઝનમાં કાચી કેરી ખાવી જોઈએ જેથી કરીને તમને આવી બીમારીમાં મોટી રાહત મળશે. આમ આ કાચી કેર ખાવાથી આટલા સોના જેવા ફાયદાઓ થતા હોય કે જો ના ખાધી હોય તો ચાલુ કરી દેજો.

error: Content is protected !!