જ્યોતિ કે જે લોકડાઉનમાં પોતાના પિતાને સાઇકલ પાછળ બેસાડીને 8 દિવસમાં 1143 કિલોમીટર કાપીને પોતાના ઘરે પહોંચી હતી, તેજ જ્યોતિ પર હવે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

ગયા વર્ષે લગાવાયેલું લોકડાઉન તો બધાને યાદ જ હશે. દેશના ખૂણે ખૂણેથી હજારો મજુર ખાધા પીધા વગર પોતાના ઘરે જવા માટે ચાલતા નીકળી ગયા હતા કારણ કે લોકડાઉનના કારણે મજૂરોને ખાવાના પણ વાંધા પડી ગયા હતા. એવામાં ઘણા લોકોના સાહસ પણ જોવા મળ્યા હતા. એજ સમયે એક છોકરી પોતાના પિતાને સાઇકલ પર બેસાડીને ગુડગાંવ થી તેના ગામ દરભંગા લાવી હતી.

જયારે આ ઘટના લોકોની સામે આવી ત્યારે બધા લોકોએ આ છોકરીની પ્રસંશા કરી અને સન્માનિત કરી. હવે એ જ છોકરી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. આ છોકરીનું નામ જ્યોતિ હતું તે આખા બિહારમાં સાઇકલ ગર્લ તરીકે ઓળખાય છે. જ્યોતિના પિતાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઇ જતા. જ્યોતિ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

13 વર્ષની જ્યોતિ લોકડાઉનમાં તેના પિતાને સાઇકલ પર બેસાડીને 8 દિવસમાં ગુડગાંવ થી તેના ગામ દરભંગા પહોંચી હતી આ બંને શહેરો વચ્ચે 1143 કિલોમીટરનું અંતર છે. જ્યોતિએ આ અંતર 8 દિવસમાં કાપ્યું હતું.

જ્યોતિના પિતા દિલ્હીમાં રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના પિતાને પગે એક્સીડંટ થતા જ્યોતિ તેમની સંભાર રાખવા માટે ગુડગાંવ તેમની પાસે ગઈ હતી.

લોકડાઉન લાગતા 400 રૂપિયામાં સાઇકલ ખરીદીને પોતાના પિતાને સાઇકલ પાછર બેસાડીને પોતાના ગામ આવવા નીકળી ગઈ હતી. તે 8 દિવસનો સફળ કાપીને પોતાના ગામ દરભંગા પહોંચી હતી. જ્યોતિના પિતાનું નિધન થઇ જતા તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

error: Content is protected !!