જ્યારે આ બંને સમાધિ એકબીજાને અડી જશે ત્યારે આખી દુનિયાનો અંત થઇ જશે ?
આજે અમે તમને એક એવા રહસ્ય વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ એકવાર વિચારતા થઇ જશો. કચ્છના અંજારમાં આવેલી જેસલ અને તોરલની સમાધિને એવું કહેવામાં આવે છે કે
એક વર્ષની અંદર આ બંને સમાધિઓ ઘઉંના દાણા જેટલી નજીક આવે છે અને જયારે જેસલ અને તોરલની સમાધિ ભેગી થઇ જશે ત્યારે આ દુનિયાની અંત થઇ જશે અને આખી દુનિયાનો સર્વનાશ થઇ જશે.
જેસલ એ કચ્છનો અભિમાની પુરુષ હતો તેને પોતાની તાકત અને શક્તિ પર ખુબજ અભિમાન હતું તેનું આ અભિમાન મધ દરિયે સતી તોરલે તોડ્યું હતું. જયારે જેસલને દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગરી ગયું હતું. હાલ જેસલ અને સતી તોરલની સમાધિ અંજારમાં આવેલી છે અને લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે દર વર્ષે આ બંને સમાધિ ઘઉંના એક દાણા જેટલી નજીક આવે છે.
જયારે આ બંને સમાધિ એકબીજાને અડી જશે ત્યારે આ દુનિયાનો સર્વનાશ થઇ જશે. દર વર્ષે હજારો લોકો આ સમાધિના દર્શન કરવા માટે આવે છે. વિદેશથી પણ અહીં લોકો દર્શન કરવા માટે આવે છે.
સતી તોરલએ કચ્છના ઘણા લોકોનું હૃદય પરિવર્તન કરી એમને મુક્તિના માર્ગ તરફ દોર્યા હતા. એમાંથી જેસલ જાડેજા પણ એક હતા જેનું હ્રદય પરિવર્તન થતા ધર્મના રસ્તા તરફ આગળ વધ્યો હતો.