બનાસકાંઠાના આ સાધુ કોરોનાને ભગાડવા માટે છેલ્લા કેટલાક દિવસોથી કાંટાની પથારી પર સૂઈને સાધના કરી રહ્યા છે.
આજે અમે તમને એક એવા સાધુ વિષે જણાવીશું કે જે દેશ માંથી કોરોનાને દૂર કરવા માટે છેલ્લા 21 દિવસથી કાંટાની પથારીમાં સુઈ તે સાધના કરી રહયા છે. તે આ કાંટાની પથારી પર જ સૂવું છે. ભોજન કરે છે
અને ભગવાનને દેશમાંથી કોરોનાને દૂર કરવાની પ્રાર્થના કરતા રહે છે. આ સાધુ બનાસકાંઠાના અવાળા ગામમાં ડુંગરની તળેટી પર એક મંદિર આવેલૂ છે. તે મંદિરમાં સાધના કરી રહ્યા છે.
આ મંદિર હનુમાન દાદાનું છે અને આજ મંદિરમાં 21 દિવસોથી કાંટાની પથારીમાં સૂઈને સાધના કરી રહયા છે. આ સાધુનું નામ મહંત જગદીશગિરી બાપુ છે અને તે જે પથારી પર સુઈ રહયા છે.
તે પથારી મોટા મોટા કાંટાથી બનેલી છે. ગણા દિવસોથી મહંત જગદીશગિરી બાપુ આ કાંટાની પથારી પર બેસીને લોકોને કોરોનાથી મુક્તિ મળે માટે ભગવાન શિવની સાધના કરી રહ્યા છે.
બધા ને ખબર હશે કે જયારે કાંટો વાગે ત્યારે કેટલી પીડા થાય છે. તો વિચારોને મહંત જગદીશગિરી બાપુતો આખી કાંટાની પથારી પર કેટલાય દિવસોથી સુઈ રહ્યા છે. તો તેમને કેટલી પીડા થતી હશે પણ તેમને પીડાની કોઈ ચિંતા નથી
તેમને તો ફક્ત એક જ ઈચ્છા છે કે ગમેતે કરીને દેશને કોરોનાથી મુક્ત કરાવવો. મોટા મોટા કાંટા પર આટલા દિવસો સુધી સુવા છતાં પણ મહંત જગદીશગિરી બાપુને કઈ થયું નથી. તેમના મોઢા પર પીડાનું એક પણ નિશાન જોવા નથી મળતું. આ પરથી કહી શકાય કે આ તપસ્યા એકદમ સાચી છે.