જૂનાગઢમાં આવી રીતે કોરોનાના દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે

આપણે જાણીએ છીએ તેવી જ રીતે હાલમાં કોરોનાએ મોટી કહેર પકડી છે અને તેની સાથે જ કેટલાય લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે અને જેનાથી તમામ શહેરોના દવાખાના ફુલ થઇ ગયા છે અને તેમાં હાલ તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે,કોઈને પણ દવાખાનામાં બેડ નથી મળી રહ્યા અને તેની વચ્ચે એવા કેટલાક લોકો છે કે જે આવા ચેપગ્રસ્તોને તેમનાથી બનતી મદદ પણ કરી રહ્યા છે.

તેવો જ એક કિસ્સો જૂનાગઢમાંથી બહાર આવ્યો છે અહીંયા જય ભોલેનાથ ગૌશાળા સંસ્થાની આ અનોખી સેવા જેમાં તેઓએ એક કોરોના સેન્ટર બનાવીને લોકોની મદદે આવ્યા છે

અને તે બીમાર લોકોને ગીર ગાયનું હળદળ વાળું દૂધ પણ પીવડાવી રહ્યા છે.જયારે અહીંના તબીબને પૂછવામાં આવ્યું તો તેઓએ એવું જણાવ્યું હતું કે,તેમની પાસે ૪૦ જેટલા બેસની સુવિધા કરી છે અને જેમ બને તેમ તમામ પ્રકારના બેડ સુધી ઓક્સિજન પહોંચે તેની વ્યવસ્થા પણ કરી લીધી છે.

તબીબનું એવું કહેવું છે કે લોકોનામાં એક ડર આવી જાય છે અને તેનાથી તેઓ કોરોનનો રિપોર્ટ નથી કરાવતા અને પરિણામે તકલીફ વધી જાય છે અને તેમને ઓક્સિજનની જરૂર પડે છે

અને હાલમાં તેવી જ ઈંકવાયરી હાલમાં આવી રહી છે.અને અમે લોકો ડોક્ટરની સલાહ પછી અહીંના દર્દીઓને હળદળવાળું દૂધ પણ પીવડાવી રહ્યા છીએ કેમ કે આયુર્વેદિક પ્રમાણે આ દૂધથી કફ છૂટો પડે છે.

જય ભોલેનાથ ગૌશાળાના સભ્યનું એવું કહેવું છે કે જેટલી પણ સંસ્થાઓ છે તે આવી જ રીતે લોકોને મદદ કરશે તો કોઈને મોટી તકલીફ નઈ પડે અને કોરોનાથી બધાને બચાવી પણ શકાય.

error: Content is protected !!