જૂનાગઢના જોગણીયા પર્વત પર આવેલી રહસ્યમય મહાકાળીમાંની ગુફામાં જવાની બધા લોકોને મંજૂરી નથી.
જૂનાગઢમાં આવેલો જોગણીયો પર્વત કે જેના પર સાક્ષાત મહાકાલી બિરાજમાન છે. જોગણીયા પર્વત પર મહાકાળી માતજીની ગુફા આવેલી છે. આ પર્વત પર માતાજીના દર્શન કરવા માટે બધા લોકોને તેની પરમિશન નથી મળતી. કારણ કે અહીં જવાનો રસ્તો એટલો દુર્ગમ છે કે જોગણીયા પર્વત પર આવેલી મહાકાળી ગુફાના દર્શન કરવા જતા પહેલા વન વિભાગની મંજૂરી લેવી પડે છે.
કારણ કે આ પર્વત પર જવાનો કોઈપણ સીધો રસ્તો નથી અહીં જવા માટે પ્રોપર પર્વત પર ચઢતા હોય એવી જ રીતે જવું પડે છે અને પર્વત પર આખું ઘાઢ જંગલ આવેલું છે. માટે અહીં જતા પહેલા વન વિભાગની પરમિશન લેવી ખુબજ જરૂરી છે.
જે લોકોને આ રહસ્યમયી મહાકાળીના દર્શન કરવા જાઉં હોય તો જે વ્યક્તિ અહીં પહેલા જઈને આવ્યો હોય તેની સાથે જ જવું નહિ તો રસ્તો ભૂલી અને ભટકી શકવાની ખુબજ શક્યતાઓ રહેલી છે.
આ મંદિરના રસ્તામાં એક એવો ચમત્કારિક પથ્થર આવેલા છે કે જેમાંથી ઝાલર અને મંદિરમાં વાગતા ઘંટ જેવો અવાજ આવે છે. લોકો તેને નગારીઓ પથ્થર તરીકે ઓળખે છે. આ એક ગુપ્ત અને રહસ્યમય મંદિર છે.
જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે. આ ગુફામાં મહાકાળી, અંબા માં અને ખીડીયાર માં ત્રણેય સાથે બિરાજમાન છે. આ રહસ્યમય જગ્યા પર આ ત્રણેય દેવીઓ એકસાથે બિરાજમાન છે. લોકો ખૂબજ મહેનત અને પરિશ્રમ કરીને અહીં દર્શન માટે આવે છે. બધા લોકોને અહીં આવવાની પરમિશન નથી.