જૂનાગઢના આ મંદિરમાં દરરોજ ૪૦૦ નિરાધાર ભૂખ્યા લોકોને ભોજન અને બીમાર વૃદ્ધોના ઘરે ટિફિન પહોંચાડી તેમની આંતરડી ઠાળીને પુણ્યનું કામ કરવામાં આવે છે.

સૌથી મોટું દાન અન્નદાન કહેવામાં આવે છે. કોઈના ભૂખ શાંત કરવી એ આ દુનિયાનું સૌથી મોટું પુણ્યનું કામ કહેવામાં આવે છે. આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવીશું કે જ્યાં દરરોજ નિરાધાર અને જરૂરિયાત મંદ લોકોની ભૂખ શાંત કરવાનું કામ કરે છે.

આ જગ્યાએ જૂનાગઢનું બિલનાથ મહાદેવનું આ મંદિર કે જ્યાં છેલ્લા બે વર્ષથી સેવાનું અવિરત કામ ચાલે છે.આજથી બે વર્ષ પહેલા જૂનાગઢના બિલનાથ મહાદેવના મંદિરમાં નિઃશુલ્ક ભોજનની અવિરત સેવા શરૂ કરવામાં આવી હતી.

જ્યાં આવતા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની ભૂખ શાંત કરવામાં આવે છે. બિલનાથ મહાદેવના મંદિરે દરરોજ ૪૦૦ થી પણ વધારે લોકોને ભોજન કરાવીને તેમની ભૂખ શાંત કરવામાં આવે છે.

જો કોઈ વ્યકતિ બીમાર છે અથવા ચાલીને મંદિર નથી આવી શકતો અને તે નિરાધાર છે તો એવા લોકોને મંદિર દ્વારા ઘરે જ ટિફિન પહોંચાડવામાં આવે છે. એવા ઘણા લોકો છે કે જેમના ઘરે મંદિર દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આ મંદિરમાં અન્નદાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. આ મંદિરમાં ભકતો દાન પણ મન મૂકીને કરે છે.

આપણા ગુજરાતમાં આવી ઘણી જગ્યાઓ આવેલી છે કે જ્યાં જરૂરિયાતમંદ લોકોને ખુબજ નિઃશુલ્ક ભોજન કરાવીને તેમની અંતરડીઓ ઠાળી પુણ્યનું કામ કરી રહ્યા છે. આજે આ મંદિર પર ૪૦૦ લોકો જીવે છે દરરોજ ૪૦૦ લોકોને અહીં મફતમાં ભોજન કરાવવામાં આવે છે. અને બીમાર વૃદ્ધોને ઘરે ટિફિન પણ પહોંચાડવા આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!