સુરેન્દ્રનગરના રણમાં કોઈ અજાણ્યા વ્યક્તિના મહાકાય પગલાં દેખાયા…

દુનિયામાં એવા કેટલાય અદભુત બનાવો બનતા હોય છે, તે જોઈને લોકોમાં ચકચાર મચી જતો હોય છે. તેવામાં હાલ એક એવી જ ઘટના બની છે, સુરેન્દ્રનગરના ઓડું ગામથી મીઠાઘોડા ગામની વચ્ચે બની છે.

જેમાં કોઈ સામાન્ય રીતે એક માણસના એક પગલાંની વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર હોય છે, પણ અહીંયા આ બંને ગામની વચ્ચે બે પગલાંના વચ્ચે ૬ ફૂટ જેટલું લાબું અંતર જોવા મળ્યું હતું.

જ્યાં સફેદ ક્ષારયુક્ત જમીનમાં કોઈ અજાણ્યા જીવના પગલાં દેખાય હતા, અને આ જોઈને ત્યાંના રહેવાસીઓમાં ડર જોવા મળ્યો હતો. આ પગલાંઓ પૂર્વ દિશામાંથી સીધે સીધે રણમાં આગળ જતા હોય તેમ જોવા મળ્યા હતા જે પગલાં એક સાથે બે માણસો ચાલ્યા હોય તેવા પગલાંઓ જોવા મળ્યા હતા. આ પગલાંઓ સતત ૨૫૦ થી પણ વધારે હતા.

ત્યાં ગામના રહેવાસીઓએ આ પગલાંઓ જોઈને ગામલોકોમાં ડરનો એક માહોલ બની ગયો છે, ત્યાંના કોઈ સ્થાનિક જણાવે છે કે, એવું દોઢ મહિના પહેલા પણ જોવા મળ્યું હતું પણ અમે એવું વિચાર્યું હતું કે કોઈએ કુદકા મારીને આવા પગલાં પડ્યા હશે. પણ ફરીથી ત્યાંના આ જોવા મળ્યું જેથી તેઓ પણ અમે પણ વિચારમાં પડી જ ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!