જોળીયાં હનુમાનજી આજે પણ ખરકડી ગામે સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ દુઃખો દૂર થાય છે.
દરેક લોકોને તેમના જીવનમાં દેવી-દેવતાઓમાં આસ્થા અને શ્રદ્ધા હોય જ છે જેથી દરેક લોકો દેવી-દેવતાઓના મંદિરોમાં દર્શને જતા હોય છે. આપણા ગુજરાતમાં નાના મોટા હજારો મંદિરો આવેલા છે, આજે આપણે એક એવા જ મંદિર વિષે જાણીએ જે હનુમાન દાદાનું મંદિર છે.
આ મંદિર શિહોરથી ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં આવેલું છે.આ મંદિરમાં જોળીયાં હનુમાનજી હાજર હજુર બિરાજમાન છે, આ મંદિર શ્રી ખોડીદાસ બાપાએ સ્થાપિત કર્યું છે. આપણે બધા જ લોકો જાણીએ છીએ.
કે હનુમાન દાદાના કેટલાય મંદિરો ગુજરાતમાં આવેલા છે અને આ બધા જ મંદિરોમાં આજે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે.
જોળીયાં હનુમાનજીના મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અહીં સેવા પૂજા કરતા મહારાજના કહેવા પ્રમાણે આ મંદિરની સ્થાપના તેમના વડવાઓએ કરેલી છે. જેમાં તેઓ મૂળ રાજસ્થાનના છે અને ત્યાંથી પહેલા વલસાડ રહેવા આવ્યા અને પછી અહીંયા આ ગામમાં રહેવા આવ્યા હતા.
તેઓએ ઘણા ગામોમાં થોડો થોડે સમય રહ્યા હતા.પણ પછી અંતે તેઓ અહીંયા ખરકડી ગામે રહેવા આવ્યા હતા, જે સમયે આ વડવાઓ એટલે કે ખોડીદાસ બાપા અહીંયા ગુજરાત આવ્યા ત્યારે હનુમાન દાદાની જોડી તેમની પાસે હતી અને ત્યારે આ ગામના લોકોએ તેમને ગામમાં જમીન પણ આપી હતી.
એટલે તેઓએ તેમની પાસે રહેલી દાદાની જોડી અહીંયા સ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું અને અહીંયા દાદાને બિરાજમાન કરાવ્યા હતા. આ જોડીની સ્થાપના કરતા જોળીયાં હનુમાનજી ના નામથી મંદિરનું નામ પડ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.