એક સમયે આ યુવક એટલું કંટારી ગયો હતો કે તેથી દુનિયા છોડી દેવાનું વિચારી લીધું હતું, છેલ્લે પોતાની જાતને એક મોકો આપ્યો તો આજે વર્ષના લાખો રૂપિયા કમાઈ રહ્યો છે…

મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવતી જતી હોય છે, અને તેની સામે અડગ રીતે ઉભા રહેવા માટે લોકો ઘણી મહેનત કરતા હોય છે. તેવો જ એક પ્રેરણાદાયી કિસ્સો નજરે પડ્યો છે. આ કિસ્સો અમદાવાદમાં ઇન્ડિયા કોલીનીમાં રહેતા જીગ્નેશ ફુમકીયા જેઓ એક ટેટુ બનાવવાની કલાને જાણે છે.

જીગ્નેશના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહતી જેથી તેઓએ ધોરણ ૧૦ ના વેકેશનથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. જેથી તેના ભણવાનો ખર્ચ તે જાતે જ કાઢીને તેના પરિવારને મદદરૂપ બનતો હતો.

તે સમયે જ જીગ્નેશે એક કારખાનામાં રોડ પોલિશ કરવાનું કામ પણ ચાલુ કર્યું હતું. તેને તેના ઘરના લોકોએ ડિપ્લોમા કરાવ્યું હતું, પણ આ જીગ્નેશને આર્ટિસ્ટ બનવાનું સ્વપ્નું હતું પણ તેને ડિપ્લોમા લેવડાવ્યું અને તે છેલ્લા વર્ષમાં ડિટેન થયો હતો. જેથી જીગ્નેશને તેના ભવિષ્યની ચિંતા થઇ અને તેથી તેને દુનિયા છોડીને જવાનો પણ વિચાર કરી લીધો હતો.

ત્યારબાદ જીગ્નેશે તેનું સ્વપ્નું પૂરું કરવા માટે ફરી એક વાર વિચાર કર્યો હતો અને તેને ગમતું કામ ચાલુ કર્યું હતું. જીગ્નેશ જે જગ્યાએ કામ કરતો હતો તે કારખાનાના મલિક ટેટુ બનાવવાના સાધનો લાવવા માટે આર્થિક મદદ પણ કરે છે.

જેથી થોડાક જ સમયમાં જીગ્નેશે કબીર એન્ડ ટેટુ સ્ટુડિયો ઓફ આર્ટની શરૂઆત કરી હતી અને તેમાં તેને ઘણી નામના મળી હતી. જે જોત જોતામાં આ ટેટુ કલાકારની વર્ષની અવાક ૭ લાખ રૂપિયા જેટલી થઇ ગઈ છે, અને તે બીજા તેના જેવા કેટલાય યુવાનોને પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!