જીવનમાં ઘણા જલસા કર્યા પણ હવે રોડ ઉપર રહેવાનો વાળો આવ્યો છે

આપણે જાણીએ છીએ કે આ જીવનમાં દરેકે દરેક વ્યક્તિના જીવનમાં કેટકેટલી તકલીફો આવતી હોય છે અને લોકો તેની સામે નીડર બનીને તેની સામે લડે છે અને બીજા કેટલાક લોકો હારી જાય છે જેથી આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે.જેમાં કેટલાક લોકો તેમના જીવનમાં પહેલા ઘણા મોજથી રહેતા હોય છે પણ ધીમે ધીમે તેઓની સ્થિતિ એટલી ખરાબ થઇ જાય છે.

તેવો જ એક કિસ્સો ગુજરાતના આણંદના વિદ્યાનગરીમાં એક ભાઈ જે તેમનું જીવન રોડ ઉપર ઉંઘીને ગુજરી રહ્યા છે,તેમનું નામ બાબુભાઇ છે તેમને ૩ દીકરા અને ૧ દીકરી પણ છે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે અને બાબુભાઇ પોતે હાલમાં આણંદ રહે છે.તેમને વિદ્યાનગરીમાં એક મકાન પણ હતું જે હાલમાં વેચી નાખ્યું છે અને તેઓ આમ રોડ ઉપર ૪ થી ૫ વર્ષ થયા ત્યારથી તેઓ અહીંયા જ રહે છે.

બાબુભાઇ ને જો દિવસ દરમિયાન કામ ધંધો મળે તો કરે છે તેઓ કડિયા છે અને કડિયા કામ કરે છે,અને આણંદમાં મારુ બીજું કોઈ નથી અહીંયા,આ ભાઈની પાસે પહેરવાની માટે સરખા કપડાઓ પણ નથી અને ખાવની માટે પણ ઘણી વાર વાંધા પડે છે,

કોઈ આપી જાય તો ખાઈ લે અને નઈ તો પડીકા ખાઈને તેમનું જીવન ચલાવે છે.તેઓ હાલમાં બહુ જ મોટી તકલીફોનો સામનો કરી રહ્યા છે અને તેનાથી તેઓને ખાવની પણ મોટી તકલીફ પડે છે.

બાબુભાઇ તેમના પિતાને યાદ કરીને બહુ જ રડે છે કેમ કે તેમના પિતા હતા ત્યારે બાબુભાઇ રૂપિયામાં રમતા હતા કેમ કે,તેમના પિતાજીને પસ્તી-ભંગાળનો ધંધો હતો અને તેમને જીવનમાં કોઈ પણ તકલીફ નહતી પહેલા અમે ઘણી મોજથી અમારું જીવન ગુજાર્યું છે

પણ અચાનક ક્યાંથી એવા દિવસો આવી ગયા કે આજે અમારે ભીખ માંગવાનો વારો આવી ગયો છે.જયારે તેમના પિતાજીનું મૃત્યુ થયું ત્યારથી અમને બહુ જ મોટી તકલીફો પડે છે અને મારે મારુ ઘર પણ વેચવું પડ્યું અને આમ રોડ પર સૂવું પડે છે.

error: Content is protected !!