કપળા કાળમાં જીગ્નેશ મેવાણી આવી માનવતાનું કામ કરી રહ્યા છે.
કોરોના દેશમાં હાલ રાજા બની ગયો છે અને તેથી તે લોકોની ઉપર તેની કહેર વરસાવી રહ્યો છે. લોકો એટલા તડપી રહ્યા છે કે હોસ્પિટલની બહાર દર્દીઓ અને તેમના સગાઓ આજીજી પણ કરી રહ્યા છે. તેવામાં આ પરિસ્થિતિમાં કેટલાય લોકો આવા દર્દીઓની મદદે આવ્યા છે.
આ સ્થિતિને જોઈને લોકો કોવીડ સેન્ટરો બનાવીને દર્દીઓને સારવાર આપી રહ્યા છે તેવામાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી પણ હાલમાં આ કોરોનાની મહામારીને જોઈને લોકોની મદદે આવ્યા છે. જીગ્નેશભાઈ મેવાણી તેમના મત વિસ્તારના લોકોને કોરોનાથી બચાવવાની માટે અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માટે લોકોની પાસે થતી મદદ માંગી રહ્યા છે.
જીગ્નેશભાઈ મેવાણીએ આ કોરોનગ્રસ્ત લોકોને બચાવવા આમ રોડ ઉપર આવીને પૈસા એકઠા કરવાનું ચાલુ કર્યું હતું. તેમ જ આ પૈસા ભેગા કરીને તેમના મત વિસ્તારના લોકોની માટે ઓકિસજન પ્લાન્ટ ખરીદવાનો છે
અને તેની માટે ૬૦ લાખ રૂપિયા ભેગા કરવાના છે. તેવામાં જીગ્નેશભાઈ મેવાણીએ તેમના ફેસબુકમાં પણ ફોટાઓ મુખ્ય હતા અને લખ્યું હતું કે, મને લોકોની મદદ થઇ જાય તેની માટે આમ રોડ ઉપર આવ્યો છું અને આ કામ કરવામાં મને મારી ટીમ ખુબ જ મદદ કરે છે.
અમે બે કલાકમાં ૧૨૦૦૦ રૂપિયા એકઠા કરી લીધા હતા, તેની સાથે સાથે અમારા એરિયામાં દુકાન વાળાઓએ ૫૧૦૦૦ રૂપિયાનો ફાળો પણ આપ્યો હતો. જીગ્નેશભાઈ મેવાણીએ આ લોકોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.