જે વ્યક્તિએ હજારો દીક્ષાર્થીઓને દીક્ષા કાર્યક્રમમાં પ્રવક્ત કર્યું, તેજ વ્યક્તિએ પોતાના બે દીકરાઓના દીક્ષા કાર્યક્રમમાં પણ પ્રવક્ત કરતા કરતા ભાવુક થઇ ગયા અને કાર્યક્રમમાં ખુબજ ભાવુક દ્રશ્યો સર્જાયા.

મિત્રો જયારે કોઈ વ્યક્તિને ભક્તિ અને સંયમનો રસ લાગી જાય છે. ત્યારે તે વ્યક્તિને ભગવાનની ભક્તિ સિવાય બીજું કઈ નથી દેખાતું. સુરેશ ભાઈ જૈન સમાજ માંથી આવે છે અને તે ખુબજ સરસ પ્રવક્તા છે. જૈન સમાજ માંથી કોઈપણ વ્યક્તિ જયારે દીક્ષા લે છે.

ત્યારે સુરેશ ભાઈ તે કાર્યક્રમમાં પ્રવક્તા હોય છે.આજ સુધી તેમના હાથે હજારો યુવક, યુવતીઓ દીક્ષા લઇ ચુક્યા છે.પણ તેમને એવું નહતું વિચાર્યું કે એક દિવસ એવો પણ આવશે કે તેમને પોતાના દીકરાઓના દીક્ષા કાર્યક્રમના પ્રવક્તા પણ બનવું પડશે.

સુરેશ ભાઈના બે પુત્રો છે. એકનું નામ તીર્થ અને બીજાનું નામ દીક્ષિત છે. બંનેને બાળપણથી જ ભક્તિનો ખુબજ રસ હતો અને તેમને ખુબજ નાની ઉંમરે સમયના માર્ગે જવાનું નક્કી કર્યું.

એટલે કે તેમને દીક્ષા લેવાનું નક્કી કર્યું. એકસાથે બંને દીકરાઓએ દીક્ષા લેવાનું નક્કી કરતા સુરેશ ભાઈ અને તેમની પત્ની માટે આ ખુબજ કઠિન સમય હતો પણ તેમને પોતાનું મન કાબુમાં કરી લીધું કારણ કે તેમના દીકરાઓ સંયમના માર્ગે જઈ રહયા હતા.

તો દીકરાઓની ખુશી માટે માતા પિતાએ તેમને દીક્ષા લેવાની અનુમતિ આપી.દીકરાઓના દીક્ષાના કાર્યક્રમનું ખુબજ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું અને સુરેશ ભાઈએ જ પોતાના દીકરાઓના દીક્ષા સમારંભનું પ્રવકતા કર્યું હતું. સુરેશ ભાઈ માટે આ ખુબજ કઠિન સમય હતો કારણ કે તેમના દીકરાઓ દીક્ષા લઇ રહયા હતા. સુરેશ ભાઈ બોલતા બોલતા ભાવુક થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!