આ જવાન રજા લઈને બે દિવસ પછી ઘરે આવવાના હતા તો આખો પરિવાર ખુબ જ ખુશ હતો, જવાન ઘરે આવે તેની પહેલા જ દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા તો આખા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા.

દેશની સેવા કરવા માટે આપણી સેનાના જવાન ચોવીસે કલાક તૈયાર જ રહેતા હોય છે, હાલમાં જ આપણી સેનાના પાંચ જવાન શહીદ થયા છે અને તેનું દુઃખ આખા દેશના લોકોને છે. આ પાંચેય જવાનોમાંથી ત્રણ જવાન પંજાબના હતા અને તેમાં ગજનસિંહ નામના જવાન પણ હતા. પંજાબના આ જવાન દેશની સેવા કરતા શહીદ થઇ ગયા હતા.

ગજન સિંહ પંજાબના રૂપનગરના પરચંડા ગામના હતા, તેમના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા અને તેમની પત્નીનું નામ હરપ્રીત કૌર છે. આ સેનાના જવાન ૧૩ ઓક્ટોમ્બરે દસ દિવસની રજા લઈને ઘરે આવવાના હતા. તો તેમના પરિવારના બધા જ લોકો તેમના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા પણ તે ના આવી શક્યા ઘરે પણ તેની પહેલા તેમની શહીદીના સમાચાર આવી ગયા.

ગજનસિંહ ચાર ભાઈ છે અને તેમાં સૌથી નાના તે છે, તેમના શહીદીના સમાચાર જે વખતે મળ્યા તો પરિવાર એક બાજુ તેમના ઘરે આવવાની રાહ જોઈ રહ્યો હતો અને એવામાં આ વાત મળતા રડવા લાગ્યા હતા. જે પરિવારમાં થોડા મહિનાઓ પહેલા લગ્ન થયા હોવાથી આખો પરિવાર ખુબ જ ખુશ હતો અને તેઓ શહીદ થયા તો તેનું દુઃખ બધા જ લોકોને લાગ્યું હતું.

જવાનના પાર્થિવ દેહને વતને લાવીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને લાવવામાં આવ્યો હતો અને તેમને અંતિમ વિદાય પણ ગામના લોકોએ બેગ થઈને ભીની આંકે આપી. જે પરિવાર દીકરાના આવવાની રાહ જોઈ રહ્યો હતો તે પરિવાર આજે ખુબ જ રડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!