એક જવાન તેના તમામ પ્રયત્નો કર્યા બાદ પણ તેની માતાને ના બચાવી શક્યો…

દેશની રક્ષણ માટે આપણા સૈનિક ભાઈઓ હંમેશા દિવસ અને રાત જાગતા અને તૈનાત જ હોય છે પણ આજે રુંવાટા ઉભૉ કરીદે તેવો છે આ કિસ્સો,આ કિસ્સો નવસારી જિલ્લાનો છે અહીંયા એક જવાન જે તેની બીમાર માતાની માટે કેટલાય દવાખાનામાં ફર્યો પણ છેલ્લે તેને કોઈ સારવાર ના મળતા તેની માટી ગુમાવી હતી.

એક નિવૃત બીએસએફ જવાને પોતાની માતાને બચાવવાની માટે આરોગ્ય અધિકારીને ૭૦ થી વધારે ફોનો કર્યા હતા અને તેમાં આ અધિકારીએ ફોન ઉપાડવાની જરાય તહસીલના લીધી અને આ જવાનની માતાને ઓક્સિજન સમયસર ના મળતા તેમનું મૃત્યુ થયું છે અને જેથી આ નિવૃત જવાને તંત્રની સામે તેનો પોતાનો રોષ ઠાલવ્યો હતો.

નવસારીની અંદર આ બીએસએફ જવાન ઓક્સિજનની તલાશ માટે તેની માતાને લઈને આમ તેમ હોસ્પિટલમાં ફરી રહ્યા હતા.પણ તેમને નવસારીની કોઈ પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા નહતી મળી,પછી આ જવાનને કોઈએ આરોગ્ય અધિકારીનો નંબર આપ્યો હતો અને તેવામાં આ જવાનને એવી આશાની કિરણ દેખાઈ હતી કે,હવે ગમે ત્યાંથી ઓક્સિજનની વ્યવસ્થા થઇ જશે.

આ જવાને ૭૦ થી ૭૫ ફોન કર્યા હતા અને આરોગ્ય અધિકારીએ કોઈ ફોન જ નહતો ઉપાડ્યો અને તેના પછી આ જવાનની માતા દમયન્તિબેને તેમના જ પુત્રના ખોળામાં જ દમ તોડ્યો હતો.જયારે આ જવાનને પૂછવામાં આવ્યું તો તેને એવું જણાવ્યું હતું કે,

હું એક બીએસએફ નો જવાન હતો અને મેં ૨૦ વર્ષ દેશની સેવા કરી છે અને હવે રિટાયર્ડમેન્ટ લઈને હવે એવું વિચાર્યું હતું કે હાલ પરિવારની સેવા કરીશ તો પણ હું મારી માં ને ના બચાવી શક્યો.

આ મોટી એક પ્રશાશનની એક મોટી ભૂલ છે મારી મમ્મીને ખાલી ન્યુમોનિયા હતો અને તેમને ખાલી ઓક્સિજનની જરૂર હતી તો પણ તેમને ના મળી શક્યો અને જેથી તેમને આજે જીવ ગુમાવ્યો પડ્યો હતો.

error: Content is protected !!