સુરતના આ બેન મરતા મરતા 7 લોકોને નવું જીવનદાન આપતા ગયા અને માનવતા મહેકાવતા ગયા.

સુરતના એક પરિવારે 7 લોકોના જીવ બચાવીને માનવતા મહેકાવી છે. સુરતના આ પરિવારે અંગદાન કરીને 7 લોકોને નવું જીવનદાન આપ્યું છે. બારડોલીના ટીમ્બાળવાના રહેવાસી કામિની બેનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા કામિની બેનને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કામિની બેનના પરિવારે તેમના અંગદાન કરવાનું નક્કી કર્યું.

કિડની, લીવર, આંખો, હૃદય અને કુલ 7 જેટલા અંગદાન કરવામાં આવ્યા હતા. આ અંગદાનથી 7 વ્યક્તિને નવું જીવન દાન મળ્યું છે. ફેફસા હૈદરાબાદમાં, હ્રદય મુંબઈમાં કિડન અને લીવર અમદાવાદમાં દાન કરવામાં આવ્યું છે. ફક્ત 2 કલાકની અંદર જ આ બધા અંગ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોચાડવામાં આવ્યા હતા.

કામીનીબેન મરતા મરતા પણ 7 લોકોને નવું જીવનદાન આપતા ગયા અને સમાજમાં એક ઉત્તમ ઉદાહર બેસાડતા ગયા. તેમના અંગ દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા.

40 લાખ લોકોમાં એક વ્યક્તિ અંગદાન કરતા હોય છે. કામિની બેનના પરિવારે આ અંગદાનનો નિર્ણય લીધો અને તેમના આ નિર્ણયથી આજે 7 લોકોને નવું જીવનદાન મળ્યું છે. કામિની બેનના પરિવારે સમાજમાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!