આ 85 વર્ષના વૃદ્ધે 40 વર્ષના યુવાનની જિંદગી બચાવવા માટે હસતા હસતા પોતાની જિંદગી કુરબાન કરી દીધી.

કોરોના મહામારીના કારણે લોકોને હોસ્પિટલમાં બેડ ન મારવાના કારણે ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે. એવામાં એક એવી ઘટના સામે આવી છે કે તેને જાણીને તમે પણ આચર્યચકિત થઇ જશો.

જ્યાં 85 વર્ષના એક વ્યક્તિએ પોતાનો જીવ જતા પહેલા બીજા વ્યક્તિનો જીવ બચાવવા માટે હાથ લંબાવ્યો છે. નાગપુરના નારાયણ ભાઈની તબિયત બગડતા તેમના પરિવારના લોકોએ તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા.

આ દરમિયાન એક મહિલા તેના 40 વર્ષના પતિને લઈને હોસ્પિટલે પહોંચી હતી. જો કે હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી હોસ્પિટલે તે દર્દીને દાખલ કરવાનીના પાડી દીધી હતી. ત્યારે મહિલા ડોક્ટરના પગે પડીને વિનંતી કરવા લાગી હતી. મહિલાની હાલત જોઈ ને નારાયણ ભાઈએ પોતાનો બેડ મહિલાના પતિને આપવાની વિનંતી હોસ્પિટલ પ્રશાશનને કરી હતી.

તેમને કહયું કે મેં મારી જિંદગી જીવી લીધી છે. મારી ઉંમર 85 વર્ષ છે અને મેં મારી જિંદગીમાં બધું જોઈ લીધું છે અને આ મહિલા પતિની ઉંમર ફક્ત 40 વર્ષ જ છે એની ઉપર તેના પરિવારની જવાબદારી છે.

તેથી તેને મારો બેડ આપી દો. પરિવારે નારાયણ ભાઈને ઘણા સમજાવ્યા પણ તે માન્યા નહિ પછી હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગર લખાવ્યો કે હું મારી મરજીથી આ બેડ ખાલી કરું છુ.

આ બાદ તેમને હોસ્પિટલમાંથી ઘરે મોકલવામાં આવ્યા હતા અને 3 દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. નારાયણ ભાઈને કોરોના થયો હતો તેમને ખુબજ મુશ્કેલીથી આ બેડ મળ્યો હતો અને તેમને 40 વર્ષના એક યુવાનની જિંદગી બચાવવા માટે પોતાનો બેડ યુવાનને આપી દીધો.

error: Content is protected !!