જસરા ગામે યોજાયેલા અશ્વ મેળામાં યુવરાજ પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો, લખપતિ પાડાને જોવા લોકો ટોળે વળ્યાં.
દુનિયામાં કેટલાય લોકો છે જેમની પાસે એવી કેટલીય કિંમતી વસ્તુઓ હોય છે જેનાથી તેઓ લાખોપતિ બની શકતા હોય છે. આજે એવા જ એક વ્યક્તિ વિષે જાણીએ જેઓની પાસે એવી કિંમતી વસ્તુ છે જેની વિષે જાણીને તમે ચોકી જશો.
આજના સમયમાં સોનુ, ચાંદી અને પૈસા લોકો પાસે હોય તો અમીર ગણાતા હોય છે પણ આ વ્યક્તિ પાસે લાખો રૂપિયાનો પાડો છે.હાલમાં બનાસકાંઠાના લાખણીના જસરા ગામે મહાશિવરાત્રીનો પર્વ પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે,
જ્યાં અશ્વ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. જ્યાં ગુજરાત સહીત જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા અશ્વ આવતા હોય છે, એવામાં આ મેળામાં લાખો રૂપિયાના પાડાએ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું અને તેને જોવા લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા.
લાખણીના લવાણા ગામમાં પંજાબ અને હરિયાણાની નસલનો લાખો રૂપિયાનો યુવરાજ પાડો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મેળામાં મોંઘી કીંમતોના અશ્વ તેમના કરતબ બતાવવા માટે આવતા હોય છે અને અહીંયા અંદાજિત ૬૦૦ જેટલા અશ્વો મેળામાં આવ્યા હતા અને તેમના કરતબો તેઓએ બતાવ્યાં હતા, આ પાડાની કિંમત લાખો રૂપિયાની છે.
આ પાડાના માલિકનું નામ રાજપૂત પ્રેમાભાઈ છે અને તેમની પાસે આ યુવરાજ પાડો છે, તેઓ પહેલા યુવરાજ પાડાનું બચ્યું લાવ્યા હતા અને તેને આજે તેઓ પરિવારના સભ્યની જેમ જ સાચવે છે. આ પાડાની કિંમત ૫ લાખ સુધી બોલાય છે અને આ મેળામાં પાડો આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.