વ્હાઈટ ફંગસ તમને કયા કારણોથી થાય છે અને તે કેવા લક્ષણો ધરાવે છે ?

હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેર ચાલી રહી છે, જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મહામારીએ લોકોને રોડ ઉપર લાવી દીધા હતા. તેવામાં હાલ રાજ્યમાં થોડી રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. લોકોને આ કોરોનામાં મોટી તકલીફ પડી રહી છે. તો બીજી બાજુ બ્લેક ફંગસથી થતી મ્યુકરમાંયકોસીસ પછી હાલમાં વ્હાઇટ ફંગસની બીમારી પણ સામે આવી છે.

વ્હાઇટ ફંગસની બીમારી માત્ર કોરોના દર્દીમાં જોવા મળે તેવું નથી, પરંતુ તે કોઈ પણને થઇ શકે છે. તેના લક્ષણોમાં તમારી ત્વચામાં ડાઘ પાડીને ખંજવાર આવે છે, શ્વાસ ચડે છે, છાતીમાં દુખાવો થાય છે,

નખ અને આંગળીની વચ્ચે ફંગલ ઇન્ફેક્શન થવું, શરીરના સાંધામાં દુખાવો થવો, તમારી વિચારવાની શક્તિ ઓછી થવી, માથું દુખવું, વોમેટિંગ થવી, પગની આગળીઓની વચ્ચે સ્કિન ઇન્ફેક્શન થવું, કાનમાં સુકાઈ ગયેલી પોપડીઓ બંધાઈ જવી. આ લક્ષણો જણાય તો તમે આ વ્હાઇટ ફંગલ હોઈ શકે છે.

આ રોગ તમને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, દુષિત પાણી કે વનસ્પતિના સંપર્કમાં આવવાથી, કોવીડમાં જો ગંભીર રીતે બીમાર પડેલા હોય તે વ્યક્તિને આ બીમારી થઇ શકે છે.

આ બીમારીમાં જે વ્યક્તિને ડાયાબિટીસ, કેન્સર, કોવીડના ગંભીર દર્દી તથા શરીરમાં મોટા રોગો હોય તેમને જલ્દીથી થઇ શકે છે. આ ફંગલનો ઈલાજ એ છે કે, તમે શરૂઆતમાં એન્ટી ફંગલથી સારવાર થઇ શકે છે અને આ બીમારીની ગંભીરતા મુજબ ઈલાજ થાય છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!