એમ્બ્યુલન્સ ચાલક દર્દીને રસ્તા વચ્ચે જ છોડીને જતો રહ્યો, જેથી નિસહાય બનેલી પત્ની એકલા હાથે કોને સાચવે તેની ૨૫ દિવસની દીકરીને કે તેના તડપી રહેલા પતિને…

કોરોનાની મહામારીમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, ડોક્ટરોની ચોવીસ કલાકની મહેનત પછી પણ દર્દીઓ કેટલીક વખતે મૃત્યુ પામે છે. તેવાં કેટલીક વાર તો હોસ્પિટલ અને ત્યાંના લોકોની બેદરકારીથી પણ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. તેવો એક કિસ્સો હાલમાં મધ્યપ્રદેશમાં બન્યો છે.

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક એવી ઘટના બની છે જેથી આ ઘટનાએ તંત્રની ઉપર ફરી સંવેદનશીલ સવાલો ઉભા કર્યા છે. જેમાં એક ટીબીના દર્દીને હોસ્પિટલ લઇ જવાની જવાબદારી જે એમ્બ્યુલન્સ ચાલક ઉપર હોય

તે જ તેને રસ્તાની વચ્ચે છોડીને જતો રહ્યો હતો. ડોક્ટરની પાસે પહોંચવા માંગતા આ દર્દીએ અંતિમ પ્રાણ છોડી દીધા હતા. જે સમયે આ ઘટના બની તેવામાં દર્દીની સાથે ખાલી તેની પત્ની અને ૨૫ દિવસની પુત્રી જ હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ આ બેદરકાર એમ્બ્યુલન્સ ચાલકની શોધમાં છે. આ ગરીબ પરિવારે ગ્વાલિયરથી શિવપુરી આવવા માટે રૂપિયા ૨૦૦૦ માં એમ્બ્યુલન્સ તો કરી,

એમ્બ્યુલન્સ આવી તો ખરી પણ નાની વાતમાં રગજક થતા ડ્રાઈવરે દર્દીને રસ્તાની વચ્ચે જ ઉતારી દીધો હતો. આ સમયે બેસહાય બનેલી પત્ની તેના પતિને સાચવે કે, તેની નાની બાળકીને.

error: Content is protected !!