આ દેશની સરકાર દરેક લોકોના ઘરે બે બે સફેદ ચડ્ડીઓ કેમ મોકલી રહી છે.

ખેતી સાથે જોડાયેલા લોકોને ખબર હશે કે પાકની વાવણી કરતા પહેલા જમીનની તાપસ કરવી ખુબજ જરૂરી છે.ત્યારે એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે કે તેને જાણીને તમે પણ એકવાર ચોકી જશો.

સ્વીઝરલેંડની સરકાર દરેક ઘરે બે બે સફેદ ચડ્ડીઓ મોકલી રહી અને લોકો આ સફેદ ચડ્ડીઓને જમીનમાં દાટી રહયા છે.જમીનની ચકાસણી માટે સ્વીઝરલેંડની સરકાર દરેક લોકોના ઘરે બે સફેદ ચડ્ડીઓ મોકલી રહી છે.

સ્વીઝરલેંડના જે પણ ખેડૂતો છે તે તેમના ખેતરની જમીનની ચકાસણી કરવા માટે જમીનમાં ચડ્ડીઓ દાટી રહ્યા છે.સ્વીઝરલેંડની એક યુનિવરસિટી દ્વારા આ ચડ્ડીઓ બનાવવામાં આવી છે

તેને લોકોના ઘરે મોકલીને તેને જમીનમાં દાટવા માટે કહેવામાં આવી રહ્યું છે.થોડા સમય પછી આ ચડ્ડી ઓને બહાર કાઢવામાં આવશે અને એની પરથી સાબિત કરવામાં આવશે કે જમીનમાંથી કેટલા જીવોનો નાશ થયો છે.

આ સંશોધનમાં સફેદ ચડ્ડીઓને જમીન અને છોડ નીચે દાટવામાં આવશે.1 મહિના પછી એક ચડ્ડીને કાઢીને તેનો ફોટો લેવામાં આવશે અને તેના 1 મહિના પછી બીજી ચડ્ડીને કાઢીને તેનો ફોટો લઈને બંનેની સરખામણી કરવામાં આવશે.

જો જમીનમાંથી કાઢેલી ચડ્ડીઓને વધારે નુકસાન થયું હશે તો તેને તંદુરસ્ત જમીન માનવામાં આવશે આવી રીતે જમીનની તદુરસ્તી નક્કી કરવા માટે સ્વીઝરલેંડની સરકાર દરેક લોકોના ઘરે બે બે સફેદ ચડ્ડીઓ મોકલી રહી છે.

error: Content is protected !!