આ સંતના એવા તો કેવા પરચા કે તેમના ભક્તો અમેરિકાની મોટી મોટી કંપનીના માલિકો છે.

આજે અમે તમને એક એવા સંત વિષે જણાવીશું કે જેમના ભક્તો છે એપ્પલ, ફેસબુક અને ગૂગલના સંસ્થાપકો. જયારે 2016 માં નરેન્દ્ર મોદી માર્ક ઝુકરર્બકને મળ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે હું એપ્પલના CEO સ્ટીવ જોબ્સના કહેવાથી નિમકરોલી બાબાના આશ્રમમાં આવ્યો હતો. આખરે આટલા મોટા લોકો અને છેક અમેરિકાથી નિમકરોલી બાબાને મળવા માટે કેમ આવે છે.

Steve Jobs

જયારે સ્ટીવ જોબ્સે એપ્પલની શરૂઆત નહતી કરી. તે પહેલાથી જ ભારતના આધ્યાત્મથી પ્રભાવિત હતા. તે 1974 માં ભારત આવ્યા હતા. ત્યારે તે ખુબજ નિરાશ થયા કારણ કે નિમકરોલી બાબા 1973 માં જ સમાધિ લઇ ચૂકયા હતા.

પણ તે ઘણા દિવસો સુધી આશ્રમમાં રહ્યા અને એક અલગ જ આધ્યાત્મનો અહેસાસ થયો. અમેરિકા પાછા ગયા પછી તેમને એપ્પલ કંપનીની શરૂઆત કરી અને આજે બધા જાણે જ છે કે એપ્પલ શું છે.

જયારે સ્ટીવ જોબ્સ પોતાના જીવનના અંતિમ પલ વિતાવી રહ્યા હતા ત્યારે તે દરરોજ પોતાના તકિયા નીચે નિમકરોલી બાબાનો ફોટો રાખતા હતા. જયારે નિમકરોલી બાબા પોતાના ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા હતા ત્યારે ટિકિટ ન હોવાના કારણથી તેમને ટ્રેન માંથી ધક્કો મારીને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

તેમને નીચે ઉતારતાની સાથે ટ્રેન પણ બંધ થઇ ગઈ હતી. ત્યારે ઘણા પ્રયત્નો કરવા છતાં ટ્રેન ચાલુ ના થઇ. ત્યારે ટ્રેનના ડ્રાઈવરે કહ્યું કે તમે જે સંતને નીચે ઉતાર્યા છે તેમને પાછા ટ્રેનમાં બેસાડી દો ટ્રેન ચાલુ થઇ જશે અને ટ્રેન ચાલુ પણ થઇ ગઈ. બાબાએ આજ સુધી ઘણા લોકોના જીવન સુધાર્યા છે. જેમાં દુનિયાની મોટી મોટી કંપનીના માલિકો છે.

error: Content is protected !!