૪૫૦ વર્ષથી આઈ શ્રી મોગલમા અહીં સાક્ષાત બિરાજમાન છે, જાણો તેમના ઇતિહાસ વિષે…

આઈ શ્રી મોગલ માના પરચા આજ દિન સુધી હજારો લોકોને થયા હશે. ઘણા લોકો તેમને ખુબજ માને છે. આઈ શ્રી મોગલમા નું પ્રાગટ્ય સ્થળ ભાવનગરના મહુઆ તાલુકાના ભગુડા ગામ ખાતે આવેલું છે. જે અત્યારે મોગલ ધામ તરીકે ઓળખાય છે. 450 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ મંદિર અત્યારે હજારો લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

નાનકડા ભગુડા ગામમાં આઈ શ્રી મોગલ સાક્ષાત બિરાજમાન છે. આ સ્થાન સાથે ઘણી ચમત્કારિક વાતો જોડાયેલી છે. દેશ વિદેશના લાખો ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

આશરે 450 વર્ષ પહેલા દુષ્કાળના સમયમાં ઘણા માલધારીઓ પોતાના પશુઓને બચાવવા માટે જૂનાગઢના નેશમાં ગયા હતા. જ્યાં ચારણના કુળદેવી આઈ શ્રી મોગલ માનું સ્થાપન હતું. ત્યાં આ લોકોએ મા ની ખુબજ સેવા કરી અને વર્ષ સારું થયું એટલે માલધારીઓ પોતાના વતન તરફ પાછા ફરવા લાગ્યા.

ત્યારે તે ગામના લોકોએ માલધારીઓને માતાજી કપડાંમાં લપેટીને ભેટ કર્યા ત્યાર પછી તેમને માતાજીનું સ્થાપન ભગુડા ગામમાં કર્યું અને ત્યારથી માલધારીઓ પેઢી દર પેઢી આઈ શ્રી મોગલ માની સેવા કરી રહ્યા છે.

દર 3 વર્ષે માલધારીઓ અહીં આઈ શ્રી મોગલ માનો મેળો ભરે છે અને લાપસી કરે છે. ત્યારે દર મંગળવારના દિવસે ભગુડા ગામના લોકો અવશ્ય માતાજીના દર્શન કરવા માટે જાય છે. માનવામાં આવે છે કે માતાને લાપસીનો ભોગ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આજે પણ લોકોને અહીં મા ના સાક્ષાત પરચા મળે છે.

error: Content is protected !!