માં આશાપુરાએ એક રાજાને રણમાં પરચો બતાવ્યો…

દેશ દેવી તરીકે પ્રસિદ્ધ માતા આશાપુરા કચ્છમાં બિરાજમાન છે. આશાપુરા માં ના પરચાઓની વાત કરીએ તો તમે ગણતા ગણતા થાકી જશો. માં આશાપુરાએ પોતાના જ મંદિરમાં ચોરી કરનાર રાજાને પણ મદદ કરી હતી. માં આશાપુરા માટે ગુલામ શાહે ચોરી કરી હતી. કચ્છના રાજાના દીવાને રાવ ગોળજીએ રાજકીય ખટપટના કારણે પુંજા શેઠને પદથી રજા આપી દીધી હતી.

પુંજા શેઠએ રાવ ગોળજીને સબક સીખાવવાનું નક્કી કર્યું. પુંજા શેઠે સિંધના શાસક ગુલામશાહ ને કચ્છ પર લડાઈ કરવા માટે કહ્યું હતું. ગુલામશાહ કચ્છને જીતવા માટે પોતાની આખી સેનાને લઈને નીકળી પડ્યો.

અચાનક જ પુંજા શેઠને વતન પ્રેમ જાગી ગયો અને વિચાર્યું કે હું મારા વતન જોડે કઈ રીતે આવું કરી શકું. પુંજા શેઠે ગુલામશાહના આ આવવાની જાણ કચ્છના રાજાને આપી અને પોતાની ભૂલની માફી પણ માંગી હતી.

કચ્છના રાજા અને ગુલામશાહ વચ્ચે જોરદાર લડાઈ થઇ હતી અને તેને તેથી જ ઝારાનું કહેવાયું. કચ્છની આ સેનાની વીરતા જોઈને ગુલામશાહએ પાછું ફળવાનું નક્કી કર્યું.

એ સમયે આખા ગુજરાતના મંદિરો એટલા ધનથી ભરેલા રહેતા કે તેને જોઈને કોઈપણ રાજાના મનમાં તેને ચોરી લેવાનો વિચાર આવે. ગુલામશાહે પણ માં આશાપુરાનું મંદિરમાં ધન લઇ લીધું હતું અને ત્યાંથી નિકરી ગયો હતો. આ પછી કચ્છના રણમાં એક આંધી આવી અને તેની સેના રસ્તો પણ ભૂલી ગઈ હતી.

ગુલામશાહને એક માણસ મળ્યો અને કીધું કે તમે મંદિરમાંથી લીધેલું બધું જ ધન પાછું મૂકી દો તમને રસ્તો આપો આપ મળી જશે. આ પછી ગુલામશાહએ માં આશાપુરાની માફી માંગી

અને મંદિરમાં પોતાના તરફથી 200 કિલોનો ઘંટ લગાવ્યો આજે પણ આ ઘંટ મંદિરમાં હયાત છે. માં એ ગુલામશાહને પોતાનું સંતાન સમજીને રણની બહાર નીકળવા મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!