102 વર્ષના બા કેવી રીતે જીત્યા કોરોના સામે જંગ, આખી વાત જાણીને આચાર્યચકિત થઇ જશો.

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.આ પંક્તિને સાબિત કરતી એક ઘટના જોવા મળી છે ભાવનગરમાં.જયાં જીવવાનો જુસ્સો અને સકારાત્મકતાથી 102 વર્ષની ઉમર ધરાવતા

રાની બેન શાહએ માત્ર 12 દિવસમાં જ કોરોનાને માત આપી છે.ભાવનગરની એક હોસ્પિટલમાં 12 દિવસ કોરોનાની સારવાર લીધા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાની બેન શાહનો કોરોના સામે જંગ કોઈ લડાઈથી ઓછો ન હતો.છતાં તેમને આ જંગ જીતી લીધી છે.102 વર્ષે કોરોનાને માત આપીને રાની બેન શાહ આજે પણ ખુશહાલ જીવન જીવે છે.

હોસ્પિટલની સારવાર અને પોતાનામાં ખુબજ પોઝીટીવીટીને કારણે આ શક્ય બન્યું છે.પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલનો સ્ટાફ ખુબજ સરસ હતો અને હેલ્પફુલ હતો.આમારી એવી પરિસ્થિતિ નથી કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકીયે તેથી અમે સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કર્યા હતા.

આ 12 દિવસની સારવારમાં રાની બેન 9 દિવસતો ઓક્સિજન પર રહ્યા હતા.102 વર્ષની ઉંમરે રાની બેનએ કોરોનાને હરાવીને કોરોનાના ઇતિહાસમાં એક નવી મિસાલ કાયમ કરી છે.

અને રજા આપતા સમયે હોસ્પિટલ સ્ટાફે રાની બેનને તાળીઓના ગડગડાટ સાથે ઝાંસીની રાણીનું બિરુદ આપ્યું હતું.102 વર્ષની ઉંમરે પણ રાની બેન શાહ પોતાનું જીવન ખુબજ પોઝીટીવીટીથી જીવે છે.

error: Content is protected !!