શું તમે જાણો છો સાળંગપૂર મંદિરમાં ભૂતપ્રેતથી મુક્તિ અપાવવા પાછળના સત્ય વિષે?

આજે અમે તમને જાનવીશું કે ખરેખર સાળંગપૂર મંદિરમાં ભૂતપ્રેતથી મુક્તિ આપવામાં આવે છે. સાળંગપૂરમાં કષ્ટભંજન હુનુમાન દાદાના દર્શન કરવા માટે ભાવિકો દૂર દૂરથી અહીં આવે છે.

આમ તો સાળંગપૂર એક સ્વામિનારાય સંપ્રદાયનું તીર્થ સ્થાન છે પણ હનુમાન દાદાના લીધે જગ વિખ્યાત બન્યું છે. કારણ કે સાળંગપૂરમાં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે.

સાળંગપૂર હનુમાન મંદિરમાં ભૂતપ્રેતથી લોકોને મુક્તિ અપાવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સાળંગપૂર હનુમાન મંદિરની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. કહેવામાં આવે છે

કે જયારે આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના થઇ ત્યારે મૂર્તિ ધ્રુજવા લાગી હતી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ લાકડી વડે તેને ટેકો આપ્યો હતો. તે લાકડી આજે પણ મંદિરમાં હયાત છે.

તે જ દિવસથી સાળંગપૂર મંદિરમાં ભૂતપ્રેતથી છૂટકાળો અપાવવામાં આવે છે. અહીં ભૂતપ્રેતથી પીડાતા લોકોને મંદિરમાં લાવવાની સાથે જ તેમને ભૂતપ્રેતની સમસ્યાથી છૂટકળો મળે છે.

શનિવારના દિવસે જ ભૂતપ્રેતની સમસ્યાથી છુટકારો આપવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ભૂતપ્રેતથી પીડાતા લોકોને કષ્ટભંજન મંદિરની બાજુમાં આવેલા હરિ મંદિરમાં લઇ જવામાં આવે છે અને પૂજારી દ્વારા મંત્રોનો પાઠ કરીને તેમાંથી છુટકારો અપાવે છે. આ મંદિર 172 વર્ષ જૂનું છે. જો તમને હનુમાન દાદા પર શ્રદ્ધા હશે તો તમારા બધા જ કામો સફળ થઇ જશે.

error: Content is protected !!