કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગીતા બેન રબારીની સફળતા પાછળના સંઘર્ષ વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.

કચ્છ જિલ્લાના એક નેસડા માંથી એક છોકરીએ આવીને પોતાના અવાજથી આખા ગુજરાતને ગેલુ કરી દીધું છે. તેમને કચ્છની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બધા લોકો ગીતાબેન રબારીને તો જાણતા જ હશો.

તેમની આ સફળતા પાછળ ઘણી મહેનત છુપાયેલી છે. ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પાર ગામે થયો હતો. ગીતા બેનને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબજ શોખ હતો. તે પોતાની શાળાના કાર્યક્રમોમાં પણ ગીતો ગાતા હતા.

ગીતા બેન જયારે નાના હતા ત્યારે તેમના શિક્ષકે તેમની આ પ્રતિભા જોઈને તેમને ગીત ગાવામાં પ્રોત્સાહન આપ્યું હતો. બાળપણમાં આજુ બાજુના ગામમાં થતા કલાકારોના પ્રોગ્રામ જોવા માટે ગીતા બેન જતા હતા.

જયારે તે તેમને સ્કૂલના મિત્રો સાથે એક કાર્યક્રમ જોવા માટે ગયા હતા ત્યારે તેમના એક મિત્રએ સ્ટેજ પર ચડીને કહ્યું કે આ મારી મિત્ર ગીતા છે અને તે સ્કૂલમાં સારું ગાય છે. ગીતા બેને એં દિવસે પોતાનો પહેલું સ્ટેજ પ્રોગ્રામ કર્યો અને તેમને 500 રૂપિયા મળ્યા.

આ 500 રૂપિયા તેમને પોતાની માતાને આપ્યા આ જોઈને તેમની માતા ખુબજ ખુશ થઇ ગયા. આ પછી તેમને પોતાના માં બાપને કહયું કે મારે કલાકાર બનવું છે. માતા પિતાએ ઘણી ચર્ચા વિચારણા કરીને સમાજની મર્યાદા માં રહીને પ્રોગ્રામ કરવાની છૂટ આપી.

જયારે ગીતા બેન 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવો પડી જતા પરિવારની પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી. તે પોતાના મામાના ઘરે રહેવા જતા રહ્યા. ત્યાં તેમને દિવાળી બેન આહીરને જોયા અને પ્રેરણા લીધી.

ગીતા બેનને નાના મોટા પ્રોગ્રામો મળવા લાગ્યા પણ પોતાની પાસે કોઈ સાધન ન હોવાના કારણે છૂટક સાધનોમાં પણ પ્રોગ્રામ કરવા જતા હતા. ગીતા બેન તેમની સાથે પોતાના કુટુંબી ભાઈ મહેશ ભાઈને પોતાની સાથે લઇ જતા આજે પણ મહેશ ભાઈ જ તેમના બધા પ્રોગ્રામોનું મેનેજમેન્ટ કરે છે.

error: Content is protected !!