ધૈર્યરાજને ૧૬ કરોડનું ઈન્જેકશન મળી ગયું અને ઘરે પાછો લવાયો. ઘરે પરત આવતા જ માતાપિતાની આંખો ભીની થઇ ગઈ.

મહીસાગરના 3 મહિનાના માસુમ ધૈર્યરાજને આખરે 16 કરોડનું ઈન્જેકશન મળી ગયું છે. ધૈર્યરાજ એ SMA -1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો. તેની સારવાર માટે ધૈર્યરાજને 16 કરોડ રૂપિયાની જરૂર હતી.

ધૈર્યરાજની મદદ કરવા માટે આખા ગુજરાતમાં સોસીયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. ગજરાતના લોકોએ ધૈર્યરાજને પોતાના ઘરનું બાળક સમજીને બનતી મદદ કરી હતી.

16 કરોડની રકમ ખુબજ મોટી હતી તો પણ માત્ર 42 દિવસ જ માંજ ધૈર્યરાજ માટે આખા ગુજરાતમાંથી 16 કરોડ ભેગા થઇ ગયા હતા. ધૈર્યરાજની મદદ કરવા માટે ગુજરાતના મોટા મોટા કલાકારો અને મોટી મોટી સંસ્થાઓ સામે આવી હતી. 16 કરોડ ભેગા થઈ ગયા પછી અમેરિકાથી આ ઈન્જેકશન મંગાવવામાં આવ્યું હતું અને સારવાર માટે ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઈન્જેકશન આપવાના એક દિવસ પહેલા જ ધૈર્યરાજને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઈન્જેકશન આપયા બાદ ડોક્ટરના ઓબ્જર્વેશન માટે ધૈર્યરાજને 24 કલાક સુધી રાખવામાં આવ્યો હતો અને પછી તેને મહીસાગર લાવવામાં આવ્યો હતો.

ઘરે આવતાની સાથે જ તેના માતાપિતા એ ધૈર્યરાજને માતજીના દર્શન કરાવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર ઇન્જેક્શન આપ્યા બાદ ધૈર્યરાજની ઇમ્યુનીટી લો થશે અને ત્યારે કોરોના સંક્રમણ ખુબજ વધી ગયું છે માટે તેને કોરન્ટીન કરવા માટે કહ્યું હતું. ધૈર્યરાજના માતાપિતા એ ધૈર્યરાજની મદદ કરવા લોકોનો માટે આભાર માન્યો હતો.

error: Content is protected !!