એક ૬૩ વર્ષના વૃદ્ધે ૪૦ વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા, લગ્નના થોડાક જ દિવસોમાં થયું એવું કે પરિવાર આખો શોકમાં મુકાયો…
વિધાતાના લેખ માં કોઈ મેખ મારી શકતું નથી, એવા કેટલાય માણસો હોય છે જે તેમના સુખની શોધમાં નીકર્યા હોય છે તે તેની આખી જિંદગી કાઢી નાખે છે તેમ છતાં તેને તે સુખ નથી મળતું. તેવો જ એક કિસ્સો વડોદરા જિલ્લામાં બની છે. જેમાં ઘણા વર્ષોની ગોળ તપસ્યા પછી યુવાની માંથી વૃદ્ધાવસ્થામાં પહોંચીને લગ્ન તો કરે જ છે પણ તે વ્યક્તિ તેના સુખથી કેવી રીતે વંચિત રહી જાય છે.
વડોદરા જિલ્લાના દેસર તાલુકાના પીપરછટ ગામની અહીંયા રહેતા કલ્યાણ ભાઈ જે યુવાની વટાવીને ૬૩ વર્ષે પહોંચી ગયા છે. તેઓ પશુપાલકનો ધંધો કરે છે. કલ્યાણભાઈને પરિવારમાં એક અસ્થિર મગજનો એક ભાઈ અને એક વિધવા બહેનના ભરણપોષણ માટે તેઓ ખુબ જ મહેનત કરીને પુરી કરે છે. કલ્યાણભાઈ તેમના જીવનના ૬ દાયકા વટાવી ચુક્યા છે. વિધાતા તેમના જીવનમાં લગ્ન નું સુખ આપવાનું ભૂલી જ ગયા છે તેવું લાગે છે.
કલ્યાણભાઈ તેમના સમાજની કન્યા લાવવાની માટે એટલો સમય રાહ જોઈ હતી, તેમને કોઈ કન્યા નહતી મળતી જેથી એક વાર અચાનક તેમની માટે એક માંગુ આવ્યું હતું. તે મહિલા ૪૦ વર્ષની હતી
અને તેમના લગ્ન થયા ત્યારબાદ તેઓ દુલ્હનને લઈને ગામમાં આવ્યા તો ગામના લોકો ઉમટી પડ્યા હતા આ નવી કન્યાને જોવા માટે. ત્યારબાદ તેઓનું લગ્નજીવન સારી રીતે ચાલતું થયું હતું. તેવામાં અચાનક કલ્યાણ ભાઈની પત્નીને ચક્કર આવ્યા અને ઘરના સભ્યો ડરી ગયા હતા.
બધા લોકોએ એવું વિચાર્યું હતું કે, ઘર નવું છે એટલે એને ચક્કર આવતા હશે. તેને સારવાર માતા કલ્યાણભાઈ ગામના ડોક્ટરને બોલાવી આવ્યા તેઓએ જોયું અને તેમની પત્નીની તબિયત વધુ બગડતા શહેરની હોસ્પિટલમાં લઇ જતા હતા અને રસ્તામાં અચાનક કલ્યાણભાઈની પત્નીની પ્રાણ પંખેરું ઉડી ગયું. અંતે પણ કલ્યાણભાઈ એકલા જ રહી ગયા.