સરકારને તેના તમામ કાર્યક્રમો ૧ વર્ષ માટે રદ્દ કરવા કોને કહ્યું?….જો ત્રીજી લહેરને આવતા રોકવી હોય તો.
આખો દેશ આજે કોરોનની બીજી લહેર સામે જજુમી રહ્યો છે. ત્યારે દેશના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે કોરોનની ત્રીજી લહેર દેશ માટે ગંભીર સાબિત થઇ શકે છે. તેને લઈને સરકાર જ નહિ પણ અદાલતો પણ ચિંતિત છે.
કોરોના ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ કેસી સી રેડ્ડીનું કહેવું છે કે જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર દેશમાં સર્જવા ન દેવી હોય તો સરકારે આવનારા 1 વર્ષ સુધી પોતાના બધા કાર્યક્રમો રદ કરવા જોઈએ.
દેશના તમામ મોટા આયોજનો પર રોક લગાવી દેવી જોઈએ જેવા કે રાજકીય રેલીઓ, ધાર્મિક પ્રસંગો, મોટા લગ્ન પ્રસંગો વગેરે. આવું કરવાથી સંક્રમણતો ઘટશે જ સાથે સાથે મોટા ભાગના લોકોને રસી આપીને તેમને સુરક્ષિત કરી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કોરોનાની ત્રીજી લહેર આવવી અનિવાર્ય છે.
જો આપણે નિયમોનું કડકાઈથી પાલન કરીશું તો દેશમાં ત્રીજી લહેરને આવતા રોકી શકીશું. આ બધું એના પર નક્કી થશે કે આપણે નિયમોનું કેટલી કડકાઈથી પાલન કરીએ છીએ. નિષ્ણાતોએ જણાવ્યું કે
આ વર્ષની શરૂઆતમાં લોકોએ ઘણી છૂટછાટ લીધી તેના પરિણામો આપણી સામે છે. હજી પણ નિયમોનું કડકાઈથી પાલન કરવાંમાં આવે અને મોટા ભાગના લોકોનું રસીકરણ થઇ જાય તો ત્રીજી લહેર આટલી ઘાતકી ન નીવડે.