પતિ વિનાનું જીવન તકલીફ ભર્યું બની જાય છે, પતિ વિના આ મહિલા તેના દીકરાની સાથે આજે આ હાલતમાં રહેવા માટે મજબુર બની છે…

હાલમાં આ દુનિયામાં કેટલાય લોકોને તેમનું જીવન જીવવાની માટે પેટ પર પાટા બાંધીને મહેનત કરવી પડે છે, પણ તેમાં જો ઘરમાં કોઈ મોભી વ્યક્તિ વગર જો જીવન જીવવાનું હોય તો ઘણી એવી મુશ્કેલી પડતી હોય છે. તેવા આપણી દુનિયામાં કેટલાય કિસ્સાઓ બનતા જ હોય છે. તેવો એક કિસ્સો ગાંધીનગરની પાસે આવેલ દહેગામનો છે.

અહીંયા એક બહેન જે ૬ વર્ષથી એક ઝૂંપડી બાંધીને રહે છે અને મજૂરી કરીને તેમનું જીવન ગુજારે છે. આ બહેનનું નામ રુબી બહેન છે. તેમને બે દીકરાઓ છે અને હાલમાં એક દીકરાની સાથે રહે છે.

તેમના પતિ નથી તેઓ ભગવાનને ઘરે જતા રહ્યા છે. તેઓને ટીબીની બીમારી હતી અને તેથી તેઓ પણ ૬ વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. રૂબીબેન પહેલા તેમના સાસુના ઘરે જ રહેતા હતા, પણ ત્યાં તેમના જેઠ રહેવા આવ્યા અને ત્યાં સુવાની પણ જગ્યા નહતી રહેતી તેથી તેઓ અહીંયા આવીને ઝૂંપડી બાંધીને રહે છે.

રુબી બેહેનનું એવું કહેવું છે કે, હું એક ફેકટરીમાં જઈને મજૂરી કરું છું, અને દિવસના ૨૦૦ રૂપિયા કમાઉ છું. તેનાથી હું મારા આ બે દીકરાઓને ભણવું છું તથા અમારું ગુજરાન ચલાવું છું.

તે હાલમાં ફેકટરીમાં કોઈ તકલીફના કારણે કામ કાજ બંધ છે તો હું નવું કામ શોધવાની માટે જાઉં છું. આવા કપળા કાળમાં પણ હું જાતે જ મહેનત કરું છું અને મારો પરિવાર જાતે જ ચલાવું છું, આજે મારા પતિ નથી એટલે મને મોટી તકલીફ પડી રહી છે.

હાલમાં મને વિધવા પેંશન ૧૨૦૦ રૂપિયા મળે છે, પણ આ ૧૨૦૦ રૂપિયામાં હાલની મોંઘવારીએ સમયમાં કાઈ ગુજરાન ના ચાલે. આવા તો હજારો પરિવારો છે કે જેમને તેમના જીવન જીવવાની માટે ઘણી મોટી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

error: Content is protected !!