મરતા પહેલા આ 7 મહિનાની ગર્ભવતી ડોક્ટરે જે વિડીયો બનાવ્યો તેને સાંભરીને તમે પણ એકવાર જરૂર રોઈ પડશો.
સમગ્ર ભારતને કોરોનાએ તેના ભરડા માં લીધો છે. કોરોના દિવસના હજારો લોકોનો ભોગ લઇ રહ્યો છે. ત્યારે આવામાં અમુક એવા કિસ્સાઓ સામે આવે છે કે જેને જાણી અને સંભારીને આપણી આંખોમાં પણ આંસુ આવી જાય. ત્યારે આ દરમિયાન હાલ સોસીયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. આ મા ની આખી કહાનીને સંભારીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
આ મહિલા એક ડોક્ટર છે અને પોતે ગર્ભવતી હોવા છતાં લોકોની સારવાર કરી રહી હતી અને પોતે ગર્ભવતી હોવાથી 2 PPE કીટ પહેરીને દર્દીઓની સારવાર કરી રહી હતી પણ તેમને કોરોનાનું સંક્રમણ લાગી ગયું
અને આ જીવલેણ કોરોના માતા અને બાળક બંનેને ભરખી ગયો. મરતા પહેલા આ ડોક્ટર માતાએ પોતાનો વિડીયો બનાવ્યો હતો. ડોક્ટરના મૃત્યુ બાદ આ વિડીયો તેમના પતિ દ્વારા સોસીયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
મરતા પહેલા ડોકટરે જે વિડીયો બનાવ્યો તેમાં તે કહી રહ્યા છે કે હું બધાને કહેવા માંગુ છુ કે કોરોનાને બિલકુલ હળવાશથી ના લો આની અસરો ખુબજ ભયંકર છે. હું અત્યારે બોલી પણ નથી શકતી જયારે પણ તમે બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો હું 7 મહિનાથી પ્રેગ્નેન્ટ છુ
મને ખબર નથી કે હવે મારુ શું થશે. જે લોકોને પણ લક્ષણો દેખાય તેને હળવાશથી ના લો જે તમારા અને તમારા પરિવાર માટે ખુબજ ઘાતકી સાબિત થઇ શકે છે. મેં મારી બધી જાન લગાવી દીધી પણ મારી આજે આ હાલ થઇ ગઈ અને હવે મને ખબર નથી
કે મારુ શું થશે. આ વિડીયો બનાવ્યાના 2 દિવસ પછી આ ડોક્ટરનું મૃત્યુ થઇ ગયું અને તેની સાથે ગર્ભમાં રહેલું તેનું બાળક પણ મરી ગયું. તે પરિવાર માટે કેવી દુઃખદ પરિસ્થિતિ સર્જાઈ હશે.