કાકો ભત્રીજો સબંધીના ઘરેથી જન્મદિવસની ઉજવણી કરીને ઘરે આવી રહ્યા હતા, રસ્તામાં ઓવરટેક કરતી વખતે આ ભૂલથી કાકાની સામે જ ભત્રીજાનું મૃત્યુ થઇ ગયું.

અવારનવાર આપણને ઘણા દુઃખ લાગે તેવા બનાવો બનતા હોય છે, હાલ સતત રાજ્યમાં અકસ્માતના બનાવો બનતા જ રહે છે. હાલમાં એક એવો જ માર્ગ અકસ્માત થયો છે અને તેમાં એક યુવકનું મૃત્યુ થઇ ગયું છે, આ અકસ્માતનો બનાવ સુરત શહેરનો છે. સુરતના ડિંડોલીથી ગોડાદરા બ્રિજ પર આ માર્ગ અકસ્માત સર્જાયો હતો અને તેમાં કાકા-ભત્રીજાને ઓવરટેક કરતી આ અકસ્માત બની ગયો હતો.

અમરોલીના કોસાડ વિસ્તારમાં રહેતા આ પરિવારમા ઉમેશ મંગેશ રાજકોટીયા અને તેનો ભત્રીજો રોહીત બંને થોડા દિવસ પહેલા તેમના કોઈ સબંધીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે તે બંને એક જ બાઈક પર સવાર હતા. એ જ વખતે ડિંડોલીથી ગોડાદરા પુલ પરથી તેઓ જે વખતે જઈ રહ્યા હતા અને એ વખતે તેઓ ઓવરટેક કરવા ગયા હતા અને બાઈક કાકા ચલાવી રહ્યા હતા.

ઓવરટેક કરતી વખતે સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેથી જ બાઈક પુલની બાજુએ અથડાઈ ગઈ હતી અને આ અકસ્માત બની ગયો હતો. જેથી બંને લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાય હતા. હોસ્પિટલમાં લઇ ગયા પછી તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી અને જેમાં રોહિતે આંખો મીંચી દીધી હતી.

રોહિત પરિવારમાં બધાને પ્રિય હતો અને તે હાલમાં થોડા સમય પહેલા જ નોકરીએ પણ લાગ્યો હતો, જે વખતે તેના મૃત્યુના સમાચાર પરિવારને થતાની સાથે જ પરિવારના બધા જ લોકો ઘણું રડ્યા હતા, અને શોકનું વાતાવરણ પણ બની ગયું હતું. કાકાની સારવાર ચાલી રહી છે, આ બનાવ અંગે પોલીસે પણ તેમની તપાસ ચાલુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!