આ યુવાનથી બધા લોકોને શીખવું જોઈએ કે સાચા જન્મ દિવસની ઉજવણી કઈ રીતે કરાય, ખોટા ખર્ચા અને દેખાવ કર્યા વગર, વાંચીલો આખો ખુલી જશે.
ભાભર તાલુકાના સેવાભાવી યુવાન જગદીશ ભાઈ સાધુએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી . મોટા ભાગના લોકો ઘણા પૈસા બગાડી અને ખોટા ખોટા દેખાવ કરીને પોતાની જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે.
પણ જો સાચે તમારે તમારો જન્મદિવસ ઉજવવો હોય તો એ દિવસે કોઈ જરૂરિયાત મંદ લોકોની મદદ કરો. એવુ જ કઈ કરીને જગદીશ ભાઈએ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો.
બનાસકાંઠામાં લોકજાગૃતિ માટે કામ કરતુ માનવતા ગ્રુપ હંમેશ લોકોની મદદ કરવા માટે તેમની પડખે ઉભું રહે છે. આ સાથે અનેક લોકો માટે સેવાનું કામ કરે છે. આ સંસ્થાના સભ્ય જગદીશ ભાઈ તેમનો જન્મદિવસે કેક કાપીને કે હોટલમાં પાર્ટી કરીને નથી ઉજવાતા. પણ ગરીબ લોકોને કઈ ને કઈ આપીને તેમની સેવા કરીને પોતાનો જન્મ દિવસ ઉજવે છે.
આ વખતે પણ તેમને ભાભર જિલ્લાઓના ગામડાઓમાં રહેતા વિચરતી જાતિના લોકોને તેમના દ્વારા ચપ્પલ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખોટા ખર્ચા કરવાને બદલે સમાજસેવાનું ઉત્તમ ઉદાહર પૂરું પડ્યું હતું.
આ કાર્યમાં માનવતા ગ્રુપના યુવકો પણ આ કાર્યમાં જોડાયા હતા. જગદીશ ભાઈએ ગરીબ લોકોની મદદ કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. દરેક લોકોએ ખોટા ખર્ચા કર્યા વગર આવી રીતે જન્મ દિવસ ઉજવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનના શુભ દિવસે તને કોઈની ખુશીનું કારણ બની શકો છો.