જમ્યાના ત્રણ કલાક સુધી આટલું ધ્યાન રાખો, નઈ તો ઘડપણમાં નડતરરૂપ સાબિત થઇ શકે છે…
દરેકે દરેક વ્યક્તિઓ પોતાના શરીરને નિરોગી રખવા માટે તેમનાથી બનતા પ્રયાસો કરતા જ હોય છે. યુવાનીમાં તમે કરેલી અમુક ભૂલો કરવાથી તે ભૂલોનો સામનો ઘડપણમાં કરવો પડે છે.
તેવામાં આજે આપડે તેવી એક કુટેવ વિષે જાણીએ. આ ભૂલો તમારી જિંદગી બગાડી નાખશે, જો તમે અત્યારથી આ ખાસ ધ્યાન રાખશો તો તમને ઘડપણમાં આ મોટી તકલીફોનો સામનો નઈ કરવો પડે.
તમારે ભોજન કર્યા પછી આટલું ધ્યાન રાખવાનું છે, જમ્યા પછી તમારે ત્રણ કલાક સુધી બીજું કઈ જ નથી ખાવાનું. આ વાત તમને સામાન્ય લગતી હશે, પણ જો તમે જમ્યા પછી તરત જ કઈ ખાવો છો તો તેનાથી તમારા શરીરમાં અપચો થઇ શકે છે.
આપણા શરીરમાં હોજરીને ખોરાક વલોવાતા અને ડાયજેસ્ટ થતા ત્રણ થી ચાર કલાક થાય છે. તમે જમ્યા પછી થોડી વારમાં કઈ પણ ખાઓ છો તો, હોજરીમાં જે ખોરાક વલોવવાની પ્રક્રિયા થઇ રહી છે તેમાં અડચણો આવશે અને તે બધો જ ખોરાક નાના આંતરડામાં જતો રહે છે.
જેથી આ પાછળથી ખાધેલો ખોરાક પૂરો પચતો નથી અને તેનાથી કાચો આમ ઉત્પ્ન્ન થાય છે. તેને કોલેસ્ટ્રોલ પણ કહેવાય છે, જે આપણી શરીરની બધી જ નસોમાં ધીમે ધીમે કોલેસ્ટ્રોલ જતો રહે છે.
આ કોલેસ્ટ્રોલ પછી તમને શરૂઆતમાં કઈ ખબર ના પડે પણ નસો બ્લોક થવાની સંભાવના પણ થઇ શકે છે. તેની સાથે સાથે બીપી ની પણ તકલીફ થઇ શકે છે જેથી તમારે રોજે રોજ બીપીની ગોરી લેવી પડે છે.
એટલું જ નહિ લોહી પાતળું કરવા માટે પણ ગોરી ચાલુ કરવી પડે છે. આ કોલેસ્ટ્રોલ હૃદયની નસ જોડે પહોંચી જાય તો, તેનાથી હાર્ટ અટેક પણ આવી શકે છે, જેથી જો તમારે પણ આ કુટેવ હોય તો ચેતી જજો.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.