૯૯ % લોકો જમ્યા પછી આ ભૂલો કરે છે, જો તમે પણ કરતા હોય તો ચેતી જજો…
આપણા જીવનમાં આપણે નિરોગી જીવન જીવવાના અનેક પ્રયાસો કરતા હોઈએ છીએ, પણ દરેકને તેના જીવનમાં કોઈકને કોઈક બીમારી રહેતી જ હોય છે. આ બીમારીનું કારણ બીજું કઈ નઈ પણ તેમની રોજિંદી કોઈક ભૂલોને કારણે તેઓ આખી જિંદગી બીમારીમાં પસાર કરતા હોય છે. આપડે આ રોજિંદા જીવનમાં બીમારીઓથી દૂર રહેવું હોય તો તેની માટે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
આ ભૂલોમાંથી આજે આપણે એક ભૂલની વિષે વાત કરીએ કે જેમાં, આપણે આપણા જીવનમાં શરીરને ટકાવી રાખવાની માટે ખાવા અને પીવાની જરૂર પડે છે જેથી મોટાભાગના લોકો જમ્યા પછી આ ભૂલ વધુ પ્રમાણમાં કરતા હોય છે.
જયારે આપણે તીખું ,તરેલું જયારે ખોધ્યું હોય ત્યારે શોષ વધુ પડે છે અને તેથી આપણે જમીને તરત વધુ પ્રમાણમાં પાણી વધુ પી લઈએ છીએ. તો વૈદક પરંપરા પ્રમાણે આપણે જમીને તરતજ પાણી ના પીવું જોઈએ.
જો તમારે ખાતી વખતે પાણી પીવું હોય તો વચ્ચે એકાદ ઘૂંટડો પી શકાય છે, જમ્યા પછી તરત જ જો પાણી પી લઈએ તો આપણી હોજરી મંદ પડી જાય છે. જેથી બરાબર પાચન થતું નથી, એસીડીટી થઇ જાય છે,
ગેસ થઇ જાય છે, અડધું માથું દુખે છે, અને કબજિયાતની પણ તકલીફ પડે છે. આ બધા જ રોગોનું મૂળ આપણી હોજરી છે અને જો હોજરીનો અગ્નિ મંદ પડી ગયો હોય તો પાચન થવામાં તકલીફો પડે છે પરિણામે અપચો થઇ જાય છે.
જો તમને ખાધેલું ના પચે તો આ બધા જ આ બધા રોગો ઉદ્ભવે છે, જમીને તરત જ જો તમે પાણી પીવો છો તો, પાચન ક્રિયાને બદલે કાચો આમ ઉપ્તન્ન થાય છે. તેની સાથે સાથે ખાદ્ય પછી જો તરત જ પાણી પીવામાં આવે તો,
તમારી આંખો ભારે થઇ જશે અને અન્નનળીમાં કફના કણો બાજી જશે. તેની સાથે સાથે અનેક બીજા રોગો પણ થઇ શકે છે. જો તમારે આ અનેક રોગોથી બચવું હોય તો જમ્યા પછી એક કલાક પછી જ પાણી પીજો. જેનાથી તમારા શરીરમાં આનાથી થતા રોગો દૂર જ રહેશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.